Gujarat

સ્વામિનારાયન ગુરુકુલ સાવરકુંડલા દ્વારા ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શિક્ષણ સાથે સામાજિક દાયિત્વ પણ નિભાવી જાણે છે. 
આ વિનામૂલ્યે યોજાયેલ નેત્ર કેમ્પમાં વિરનગરના સુપર સ્પેશિયાલીસ્ટ તબીબો દ્વારા ૬૮ જેટલા મોતિયાના દર્દીઓને તપાસવામાં આવ્યા અને ૨૩ જેટલા મોતિયાના દર્દીઓને ઓપરેશન તેમજ સારવાર આપવામાં આવી
   
આ નેત્રકેમ્પમાં દર મહિનાના પહેલા શુક્રવારે સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાના અ. નિ. પ. પૂ. જ્ઞાનપ્રસાદદાસજી સ્વામીની સ્મૃતિમાં યોજાય છે. આ ૩૩૩ મો નેત્રકેમ્પ હતો
શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દથી પીડાતા દર્દીઓને ધ્યાનમાં રાખી તા- ૭-૩-૨૫ને શુક્રવારના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં ૩૩૩માં નેત્રકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિરનગર હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા ૬૮ જેટલા મોતિયાના દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ ૨૩ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર હોય એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન તેમજ સારવાર આપવામાં આવી હતી
અને જે દર્દીઓને ચશ્મા  અને દવાઓની જરૂર હતી એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ચશ્મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવી હતી ૩૩૩માં વિનામૂલ્યે મહાનેત્રયજ્ઞનું દિપ પ્રાગટ્ય સંસ્થાના વડા પરમ પૂજ્ય શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી તથા વીરનગર હોસ્પિટલના ડોક્ટર સાથે કરવામાં આવેલ.
નેત્રકેમ્પના યજમાન પદે  –  ખીમજી માવજી કેરાઈ  – માધાપર – કચ્છ  રહ્યા હતા.
બિપીન પાંધી સાવરકુંડલા