મોરાસા ગામ પ્રાથમિક શાળા ખાતે સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ તથા સિદ્ધિ ગ્રામ મોરાસા દ્વારા તારીખ 24 ડિસેમ્બરના રોજ સવારે 10થી બપોરના 1 વાગ્યા સુધી નિઃશુલ્ક હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં ડો. વૈશાલી બોસ (સીએમઓ, સૌરાષ્ટ્ર સિમેન્ટ), મિસ્ટર નિકુલ ઝાલા (મેનેજર એચ આર એડમિન), ડો. રાજુભાઈ ક્રિસાણી (સીએમઓ, આદિત્ય બિરલા હોસ્પિટલ વેરાવળ), ડો. સમીર પાંચાણી (ઓર્થોપેડિક સર્જન), રસમિતા બેન બારડ (ફાર્માસિસ્ટ), ગીત રાઠોડ તથા ચેતન રામ હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં સરપંચ, માજી સરપંચ, મોરાસા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકોની પણ ઉપસ્થિતિ રહી. કેમ્પ દરમિયાન ગ્રામજનોને બીપી, બ્લડ શુગર અને કાર્ડિયોગ્રામ જેવી તપાસો નિઃશુલ્ક કરવામાં આવી, જેમાં કુલ 127 જેટલા દર્દીઓને આરોગ્ય સેવા આપવામાં આવી હતી.

