Gujarat

આજથી તારીખ ૨૮-૨-૨૫ સુધી ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ગાંધીનગરમાં

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા આજથી ૨૮-૨-૨૫ સુધી ગાંધીનગર ખાતે વિધાનસભામાં બજેટ સત્રમાં ઉપસ્થિત હોય લોકો પોતાના પ્રશ્ર્નો અને સમસ્યા અંગે તેમની કાર્યાલય અટલધારા કાર્યાલયની મુલાકાત લઈને રજૂઆત કરી શકશે
 પોતે ગમે ત્યાં હોય પોતાના વિસ્તારના લોકોના પ્રશ્ર્નો અને સમસ્યાના નિવારણ કાજે સતત ચિંતિત રહેતાં સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા
તેમનો અભિગમ હમેશાં લોકભિમુખ રહે છે તેનું પ્રત્યક્ષ પ્રમાણ પણ તેની પોતાના વિસ્તારના વિકાસ અંગે સતત ચિંતન
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા આજથી વિધાનસભા સત્ર શરૂ થતાં વિધાનસભામાં રાજ્યનું મહત્વપૂર્ણ સત્ર એટલે કે બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું હોવાથી ગાંધીનગર ખાતે વિધાનસભામાં ઉપસ્થિત રહેવાનું  અનિવાર્ય હોય આજથી તારીખ ૨૮-૨-૨૫ સુધી ગાંધીનગર હોય.
આ સમય ગાળા દરમિયાન લોકો પોતાના પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત માટે સાવરકુંડલા ખાતે આવેલ ધારાસભ્યશ્રીની કાર્યાલય અટલધારા કાર્યાલય કે જે મામલતદાર ઓફીસ સામે મહુવા રોડ પર આવેલ છે. તેની મુલાકાત લઈ શકે છે. આ કાર્યાલયનો લેન્ડ લાઇન નંબર ૦૨૮૪૫- ૨૨૪૨૨૨૩ છે. વિશેષ વિગત માટે આ નંબર પર માહિતી મેળવી શકે છે
બિપીન પાંધી સાવરકુંડલા