સિંગવડ તાલુકાના બરેલા ગામે મધરાતે ગેસ બોટલ બ્લાસ્ટ થતાં ત્રણ મકાનોમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ચાર બકરાંના મોત થયા હતા, જ્યારે ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો.
આગની જાણ થતાં ગોધરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. બરેલા ગામ દાહોદ ફાયર સ્ટેશનથી આશરે 61 કિલોમીટર દૂર છે, જ્યારે ગોધરા ફાયર સ્ટેશન માત્ર 40 કિલોમીટરના અંતરે આવેલું છે. સમયની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોધરાથી ટીમ મોકલવામાં આવી હતી.
ફાયર ફાયટરોએ ટૂંક સમયમાં બરેલા ગામે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમની સમયસરની કામગીરીને કારણે આગને આસપાસના વિસ્તારોમાં ફેલાતી અટકાવી શકાઈ હતી.

