ભાવનગર જિલ્લાના તળાજા ચોકડી પાસે ભૂસ્તર કચેરીના માઇન્સ સુપરવાઇઝર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક રેતી ભરેલા ડમ્પર ડ્રાઇવરે ચેકિંગ અધિકારીઓને જોઈ ડમ્પર પૂર ઝડપે ભગાડ્યું હતું અને ચાલકે ચાલુ ડમ્પરમાંથી રેતી ખાલી કરી ડમ્પરને લઈને ફરાર થઈ ગયો હતો, જે વેળાએ અધિકારીઓ ડમ્પરની પાછળ દોડાવ્યા હતા પરંતુ ડમ્પર ચાલક ફરાર થઈ જતા અધિકારીએ ડમ્પર માલિક વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ભાવનગર પુસ્તક વિજ્ઞાન અને ખનીજ ખાતાના માઈન્સ સુપરવાઇઝર અધિકારી ગોવિંદભાઈ પીઠીયા તેમજ સ્ટાફ તળાજા ચોકડી થી પાલીતાણા રોડ ઉપર ખનીજ માફિયાઓના ટ્રકોના ચેકિંગમાં હતા તે વેળા એક ડમ્પર ચાલક તેના ડમ્પરમાં સાદી રેતી ઓવરલોડ ભરી રોડ ઉપરથી નીકળ્યો હતો, જેનો આધાર પુરાવા માટે ડમ્પર ચાલકને ઉભો રખાતા ડમ્પર ચાલકે પુરપાટ ઝડપે ભગાડી મૂક્યું હતું અને ડમ્પરની પાછળ અધિકારીઓને પણ દોડાવ્યા હતા
જે બાદ ડમ્પર ચાલકે ચાલુ ટ્રકે રેતી રોડ ઉપર ખાલી કરી ડમ્પર લઈને ફરાર થઈ ગયો હતો, જે બાદ અધિકારીઓની તપાસમાં ડમ્પર માલિક જયરાજસિંહ વિક્રમસિંહ જાડેજાનું હોવાનું ખુલતા માઈન્સ સુપરવાઇઝર અધિકારીએ ડમ્પર માલિક વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

