શારદાગ્રામ સંચાલિત માંગરોળની શ્રી એમ.એન. કંપાણી કોલેજમાં પી.જી.ડી.સી.એ. ના છાત્રો સર્વશ્રી કરમટા સપનાબેન કાળાભાઈ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતા સુવર્ણ ચંદ્રક અને કરગઠીયા પ્રવિણાબેન સરમણભાઈ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરતા રજત ચંદ્રક શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોજાઇ ગયેલા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ શ્રી ના વરદ હસ્તે એનાયત કરવામાં આવેલા. કોલેજના આચાર્યશ્રી,નિયામકશ્રી અને અધ્યાપક પરિવારે બંને છાત્રોને અભિનંદન પાઠવ્યા છે.
રિપોર્ટર,,વિનુભાઇ મેસવાણીયા માંગરોળ

