આ શાળામાં ધોરણ એક થી આઠના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત દર વર્ષે ધોરણ – ૭ માં બાળકોને ટેબ્લેટ્સ આપવામાં આવે છે
દીપશાળા પ્રોજેક્ટમાં ધો. ૬ થી ૮ ધોરણમાં ટેબ્લેટ્સમાં વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે
શાળાના સંનિષ્ઠ શિક્ષકો હિતેશભાઈ જોષી, શિલ્પાબેન દેસાઈ, વૈશાલીબેન, પ્રિયાબેન, દિપ્તીબેન, વિલાસબેન તેમજ આચાર્ય મહેશભાઈ જાદવ તથ્ય બીઆરસી વિપુલભાઈ દુધાત બાળકોના શૈક્ષણિક વિકાસ માટે સો ટકા પ્રતિબદ્ધ છે
અમેરિકા સ્થિત ભરતભાઈ દેસાઈ સર દ્વારા આ શાળાના બાળકો માટે સ્ટેમ લેબની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે
સાવરકુંડલા ખાતે આવેલ શાળા નંબર – ૧ માં ધોરણ ૧ થી ૮ ના બાળકોને ભણાવવામાં આવે છે દીપશાળા પ્રોજેકટમાં દર વર્ષે ધોરણ ૭ માં ટેબ્લેટ્સ આપવામાં આવ્યા છે દીપશાળા પ્રોજેકટમાં ૬ થી ૮ ધોરણમાં ટેબ્લેટ્સમાં ઈન્ટરનેટની વાઈ ફાઈ સુવિધા આપવામાં આવી છે દર અઠવાડિયામાં દીપશાળાના કોર્ડીનેટર વિનોદભાઈ નો સપોર્ટ મળી રહ્યો છે.

દીપશાળામાં STEM લેબ આપવામાં આવી છે. અને ખાસ નોંધનીય બાબત એ છે કે આ સ્ટેમ લેબ માટે અનુકૂળ જગ્યા ન હોવાથી અને આ બાબત બીઆરસી વિપુલભાઈ દુધાતની નજરમાં આવતાં તેમણે જ્યાં બીઆરસી ઓફિસ હતી તે ઓરડો આ સ્ટેમ લેબ માટે ફાળલી બીઆરસી ઓફિસ શાળાના અન્ય રૂમમાં ફેરવી એ જ તેની શાળાના બાળકો પ્રત્યેની શિક્ષણની નિષ્ઠાનું પ્રમાણપત્ર છે. આ શાળાના આ સ્ટેમ લેબ માટે જેમાં પ્રતિવર્ષ દાતાશ્રી તરફથી જરૂરી શૈક્ષણિક મટીરીયલ્સ આપવામાં આવે છે. સાથે વિશાળ લેબ આપવામાં આવી છે જેમાં બાળકો અભ્યાસની સાથે પ્રેક્ટિકલ કરીને સરળતાથી પાઠનો અભિગમ સમજવા મદદરૂપ થાય છે

દર મહિને વાલીની સાથે કોન્ટેકટ માં રહીને બાળકની પ્રોગ્રેસ આપવામાં આવે છે.
IoT માં બાળક ટેબ્લેટ્સ કનેક્ટ કરીને કન્ટેન્ટમાં બાળક વિડીયો અને પીપીટી ભણી શકે છે અને ઓફલાઇન ડાઉનલોડ કરીને બાળક અભ્યાસ કરી શકે છે. IIT BOMBAY દ્વારા ૬ થી ૮ ધોરણનું નિરીક્ષણ ડો.દિપકસાહેબ ફાટક દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવે છે રેમીડિયલ બાળકોને અલગથી વર્ગ લઈને તેમને આગળ લાવવા પ્રયત્ન કરવામાં આવે છે.
દીપશાળામાં શિક્ષકોને સ્ટેમ બેજ મેથોડોલોજી અને પેડાગોજીની તાલીમ પણ આપવામાં આવે છે.

સરકાર તરફથી ૬ થી ૮ ના વર્ગોમાં ટચ પેનલવાળા સ્માર્ટ ટીવી આપવામાં આવ્યા છે.

લાઠીના વતની હાલ અમેરિકા ભરતભાઈ દેસાઈ સરનો અમરેલી પ્રત્યેનો પ્રેમ અને લાગણીથી અમરેલીમાં ૮૦ શાળામાં સ્ટેમ લેબ ની સુવિધા પૂરી પાડવામાં આવેલ છે. આ શાળાના સંનિષ્ઠ શિક્ષકો જેવા કે હિતેશભાઈ જોષી, શિલ્પાબેન દેસાઈ, વૈશાલીબેન,પ્રિયાબેન,દિપ્તીબેન, વિલાસબેન સમેત તમામ શિક્ષક ગણ તથા આચાર્ય મહેશભાઈ જાદવ તથા બી.આર.સી વિપુલભાઈ દુધાત પણ બાળકોના શૈક્ષણિક વિકાસ માટે સો ટકા પ્રતિબદ્ધ છે.
બિપીન પાંધી સાવરકુંડલા