Gujarat

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય મંત્રીશ્રી જગત પ્રકાશ નડ્ડાની શુભેચ્છા મુલાકાત

પ્રાકૃતિક કૃષિ તેમજ સ્વદેશી અભિયાન જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રીશ્રી જગત પ્રકાશ નડ્ડાએ શુભેચ્છા મુલાકાત કરી હતી.

રાજ્યપાલશ્રીએ રાજભવન ખાતે કેન્દ્રીય મંત્રીશ્રીનું ઉમળકાભેર સ્વાગત તેમજ સાલ ઓઢાડી સમ્માન કર્યુ હતુ. આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી જેવા મુદ્દાઓ પર સાર્થક ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્યપાલશ્રીએ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મિશન અને તેના પ્રોત્સાહક પરિણામોથી કેન્દ્રીય મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.