Gujarat

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાની શુભેચ્છા મુલાકાત

પ્રાકૃતિક કૃષિ, સ્વદેશી, સ્વચ્છતા, રમતગમત, યુવા વિકાસ જેવા વિષયો પર ચર્ચા

રાજભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ રમતગમત અને યુવા બાબતોના મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજ્યપાલશ્રીએ કેન્દ્રીય મંત્રીશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત તેમજ શાલ ઓઢાડી સમ્માન કર્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ દેશભરમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન, સ્વદેશી અભિયાન, સ્વચ્છતા અભિયાન, યુવા વિકાસ જેવા વિવિધ વિષયો પર કેન્દ્રીય મંત્રીશ્રી સાથે વિગતે ચર્ચા કરી હતી. કેન્દ્રીય મંત્રીશ્રીએ વર્તમાન સમયમાં ભારતમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, યુવા કૌશલ્ય તેમજ રોજગાર લક્ષી બાબતો અંગે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતા વિવિધ કાર્યો અને નવીન આયામોથી રાજ્યપાલશ્રીને માહિતગાર કર્યા હતા. આગામી સમયમાં ભારતના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ વધુ રોશન કરે તેવા પ્રયાસોને પ્રોત્સાહન આપવા રાજ્યપાલશ્રીએ આ મુલાકાત દરમ્યાન જણાવ્યું હતુ.