Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસમાં આજરોજ ધોરણ ૧૦ અને ૧૨ના પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી

એનએસયુઆઈના કેતન ખુમાણ સમેત તેની ટીમ દ્વારા પરીક્ષાર્થીઓને મો મીઠા કરાવી પરીક્ષામાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના શુક્દેવ પ્રસાદ સ્વામીજીએ પણ ઉપસ્થિત રહીને પરીક્ષાથીંઓને સફળતાના આશીર્વાદ આપ્યા
એન એસ. યુ. આઈ દ્વારા સાવરકુંડલા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરૂકૂળ વિદ્યાલયના ધોરણ ૧૦ અને ૧૨ ના બોર્ડની પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓને ચોકલેટ આપી મોં મીઠા કરાવી  પરિક્ષામાં નિર્ભય થઈને સારા માર્કસ સાથે ઉત્તિર્ણ થવાની શુભકામનાઓ પાઠવી હતી એન. એસ યૂ. આઈના કેતનભાઈ ખુમાણ સમેત તેની ટીમ પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવતાં જોવા મળેલ તેમજ પ્રસ્તુત તસવીરમાં આ પ્રસંગે સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળના શુક્દેવ પ્રસાદદાસ સ્વામીજી એ પણ ઉપસ્થિત રહીને પરીક્ષાથીંઓને સફળતાના આશીર્વાદ આપ્યા હતા.
બિપીન પાંધી સાવરકુંડલા