ગુજરાત સરકારની નવી કેબિનેટમાં યુવા અને પેર્ફોરમંન્સ ને પ્રાધાન્ય
ઘણા દિવસોથી સંભાળવા મળતું હતું કે ગુજરાત સરકારની કેબીનેટ નું વિસ્તરણ થવાનું છે આખરે તેનું શુભ મૂહર્ત આવી ગયું છે. શુક્રવારે સવારે ગાંધીનગર ખાતે ગુજરાત કેબિનેટનું વિસ્તરણ થઈ ગયુ છે. રાજ્યમાં ૨૬ નવા મંત્રીઓએ પદ અને ગોપનિયતાના શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલની આ નવી કેબિનેટમાં અનેક યુવા ચહેરા છે જ્યારે અનેક નવા ચહેરાઓ પણ છે. યુવા ચહેરાઓમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી અને હાલમાં ડેપ્યુટી સીએમનો જેમને પોર્ટફોલિયો સોંપાયો છે તેવા હર્ષ સંઘવી સહિત જામનગરથી ધારાસભ્ય રીવાબા જાડેજા, અમરેલીના સ્ન્છ કૌશિક વેકરીયા અને ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીનો સમાવેશ થાય છે. આ એવા મંત્રીઓ છે જેમની ઉમર ૪૦ વર્ષ કરતા પણ નાની છે. જેમા રિવાબા સૌથી નાની વયના મંત્રી બન્યા છે. રિવાબાની ઉમર ૩૪ વર્ષ છે. જ્યારે સૌથી નાની વયના ડેપ્યુટી સીએમ બનનારા હર્ષ સંઘવી ૪૦ વર્ષના છે. તો પ્રવિણ માળી ૩૭ વર્ષના છે જ્યારે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા ૩૯ વર્ષના છે.
૧૨ ધારાસભ્યોને પ્રથમ ટર્મમાં જ મળી ગયુ મંત્રીપદ
ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં ૧૨ એવા નવા ચહેરાઓ પણ છે જેઓ પ્રથમવાર ધારાસભ્ય બન્યા છે અને પ્રથમ ટર્મમાં જ તેમને મંત્રીપદ પણ મળી ગયુ છે. આ ૧૨ ધારાસભ્યોને તો મંત્રીપદ મળતા જ દિવાળી ગિફ્ટ મળી ગઈ છે. જેમા સૌરાષ્ટ્ર ઝોનમાંથી રીવાબા જાડેજા, કૌશિક વેકરીયા, ડૉ પ્રદ્યુમન વાજા સામેલ છે.
સાથેજ કચ્છના અંજારથી ત્રિકમ છાંગા, વાવથી સ્વરૂપજી ઠાકોર, પેટલાદથી કમલેશ પટેલ, મહુધા થી સંજયસિંહ મહીડા, ડીસાથી પ્રવીણ માળી, અસારવાથી દર્શના વાઘેલા, નિજરથી જયરામ ગામિત, બોરસદથી રમણ સોલંકી અને ભીલોડાથી પી.સી. બરંડાનો સમાવેશ થાય છે. ગુજરાતની કેબિનેટમાં સ્થાન પામનારા આ ૧૨ નવા ચહેરાઓને નસીબદાર ગણી શકાય બાકી કેટલાક એવા નેતાઓ પણ છે જેઓ મંત્રીપદ માટે પક્ષપલટો કરીને આવ્યા હોય અને તેમને હાલ ઘરે બેસવાનો વારો આવ્યો હોય.