Gujarat

રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, ટોલ ટેક્સમાં 25 ટકાનો ઘટાડો, સ્થાનિકોનું લોકલ દર મામલે આંદોલનનું સુરસરિયું

જેતપુર પીઠડીયા ટોલ પ્લાઝા પર રાતોરાત લોકલ દરમાં 10 રૂપિયાનો વધારો ઝીંકાયો તેમજ 255 ના માસિક પાસના તકલખી નિર્ણય સામે  લોકોમાં રોષ
છ મહિના પહેલા આંદોલન લોકલ દર મામલે છેડાયુ હતું,ફરીજેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ લાલઘૂમ..
રાજકોટ જેતપુર પર આવેલા ભરુડી અને પીઠડીયા ટોલ પ્લાઝાના ટોલ ટેક્સને લઈને સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓને રાતોરાત મોટી રાહત મળી છે. રાજકોટ અને જેતપુર વચ્ચે આવેલા ટોલટેક્સમાં 25 ટકા જેટલો ઘટાડો લાગુ કરવામાં આવતાં સૌરાષ્ટ્રના વાહન ચાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જ્યારે લોકલ વાહન ચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે..
જેતપુરના પીઠડીયા પાસે આવેલા ટોલ પ્લાઝામાં લોકલ વાહનોના ફાસ્ટેગમાંથી દસને બદલે વીસ રૂપિયા જેટલી રકમ કપાઈ જતા લોકલ વાહન ચાલકોમાં ઉહાપોહ મચી ગયો છે. વાહન ચાલકો આ બાબતની દલીલ કરવા જાય તો ટોલ પ્લાઝાના સંચાલકો દાદાગીરી કરતા હોવાના આક્ષેપો પણ થયા છે જેથી ટોલ પ્લાઝામાં લોકલ વાહન ચાલકો પાસેથી લોકલ 10 રૂ ચાર્જ વસુલવામાં આવે તેવી માંગ ઉઠી છે.જ્યારે એક નવો તખલખી નિર્ણય લેવાયો છે કે લોકલ માટે 255 નો મહિનાનો પાસ કઢાવવાનો, આ નિર્ણયને જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ જેતપુર ચેમ્બર ઑફ કોમર્સ પણ લાલઘૂમ થયું છે.અને આંદોલનના ગણેશ થાય તેવું જોવા મળી રહ્યું છે..
આજ સવારથી જ રાજકોટ અને જેતપુર વચ્ચે આવેલા ભરુડી અને પીઠડીયા ટોલપ્લાઝા પર ટોલ ફીમાં ઘટાડો કરવામા આવ્યો છે. પીઠડીયા ટોલનાકા પર આજથી હવે રૂપિયા 35 કરી દેવામાં આવ્યા છે. આજથી જાહેરનામું બહાર પાડીને તાત્કાલિક અસરથી આ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. ફોરવીલર માટે એક તરફી મુસાફરીના ભરૂડી ટોલ પ્લાઝા રુપિયા 45 અને પીઠડીયા ટોલ પ્લાઝાના 45 વસૂલવામાં આવતા હતા. જેના હવે 35 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ભરૂડી ટોલનાકા પર ફોરવ્હીલના ટોલટેક્ષ પર કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. લાઈટ કોમર્શીયલ વ્હીકલ અને મીની બસ જેવી કેટેગરીના વાહનો માટે અગાઉનો 85 રૂપિયાનો ટોલ દર ઘટાડીને પીઠડીયામાં રૂા.60 અને ભરૂડીમાં રૂા.80 કરવામાં આવ્યો છે. બસ અને ટ્રક માટેનો ટોલટેકસ 165 થી ઘટાડીને પીઠડીયા ટોલનાકા પર 125 રૂપિયા કરવામાં આવ્યો છે
એક જ દિવસમાં રિટર્ન મુસાફરીમાં લાગતા ટોલટેકસમાં બન્ને ટોલપ્લાઝા પર મોટો ઘટાડો કરાયો છે. પીઠડીયા ટોલ પ્લાઝા પર કાર-જીપ-વાન અથવા લાઈટ મોટર વ્હીકલ (ફોર વ્હીલ) માટે એક દિવસની રિટર્ન મુસાફરી માટે રૂા.95નો ટોલ ઉઘરાવવામાં આવતો હતો, પરંતુ હવે તે ઘટાડીને 55 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. અને ભરૂડી ટોલ પ્લાઝા પર આ ફ્રી હવે 70 રૂપીયા કરી દેવામાં આવી છે.
  
જોકે, ભરૂડી ટોલ ટેક્સમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. ગોંડલના ભરૂડી ટોલટેક્સના 45 રૂપિયા જ વસૂલ કરવામાં આવશે. માત્ર જેતપુર નજીક પીઠડીયા ટોલનાકા 45 રૂપિયાની જગ્યાએ હવે 35 રૂપિયા વસૂલ કરવામાં આવશે.
જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા જણાવ્યું હતું કે. ટોલટેક્સ મેનેજમેન્ટ દ્વારા છ મહિના પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે લોકલના 10 રૂપિયા જ ચાર્જ વસૂલવો તેમ છતાં.20 કરવામાં આવ્યા. આમ છ મહિના પહેલા કરેલ વાયદા ને ભૂલી ગયા ને સંસ્થાને મૂર્ખ બનાવવાના પ્રયાસો કર્યા છે. ટોલટેક્ષ મેજમેન્ટ દ્વારા કરવામાં આવેલ. લોકલ દર માટે આગામી સમયમાં NHAI નાં અધિકારીને રજૂઆત કરવામાં આવશે  તેમજ જો જરૂર પડશે તો આંદોલન પણ કરવામાં આવશે..
જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી હરેશભાઈ ગઢવી જણાવ્યું હતું કે અચાનક લોકલ દર છે તે વધારવામાં આવ્યા છે. NHAI દ્વારા અચાનક લોકલમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ રૂ. 255 નો પાસ મહિના માટે સ્થાનિક લોકોએ કઢાવવું પડશે તેઓ તખલગી નિર્ણય કરવામાં આવ્યો છે.આગામી સમયમાં ટોલટેક્સ દ્વારા ચાર્જ લોકલ ઘટાડવામાં નહીં આવે તો આંદોલન પણ કરવામાં આવશે.
પીઠડીયા ટોલ પ્લાઝા અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ વિવાદોમાં રહેલું છે. ટોલ પ્લાઝા 2007માં બનતું હતું ત્યારે જેતપુર ચેમર્સ ઓફ કોમર્સ, ડાઇંગ એસોસિએશન તેમજ રાજકીય પક્ષોએ આ મુદે વિરોધ કર્યો હતો. જેના કારણે થોડો સમય ટોલ પ્લાઝાનું કામ બંધ રહ્યું હતું ત્યારબાદ સ્થાનિક ધારાસભ્ય, સાંસદ તેમજ વિવિધ સંસ્થાઓના હોદેદારો સાથે નેશનલ હાઈવે ઓથોરિટીએ વાટાઘાટો કરી જેતપુર તાલુકાના વાહન ચાલકો પાસેથી લોકલ ટોલ ચાર્જ પાંચ રૂપિયા વસુલવાનું નક્કી થયું હતું અને 5 રૂપિયા આજીવન ચાર્જ રહેશે તેવી સમજૂતી થઈ હતી પરંતુ આ સમજૂતી મૌખિક હતી. જેથી ટોલ ચાર્જના પાંચ રૂપિયામાંથી 7 રૂપિયા ત્યારબાદ 10 રૂપિયા થયા અને એ બાદ ટોલ પ્લાઝા દ્વારા વધારો ઝીંકીને 10 ના 25 રૂપિયા ટોલ ચાર્જ કરાયો જેમનો છ મહિના પહેલા જ વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવતા 10 કરવામાં આવેલ..આજે જ્યારે આજે રાતોરાત 10 ના 20 કરવામાં આવતા સ્થાનિક વાહન ચાલકોમાં બોકાસો બોલી ગયો છે. જેતપુરથી રાજકોટ વચ્ચે સિક્સલેન રોડ બનાવવાનું કામ ચાલુ હોય ઠેરઠેર રોડ ખોદી નાખવામાં આવ્યો છે અને નવો બની રહ્યો હોવાથી વાહન ચાલકોને સિંગલ પટ્ટીના રોડ પર જ ચાલવું પડે છે. એટલે હાલ 4 લેન રોડ હયાત નથી, 6 લેન રોડ બન્યો નથી ત્યારે ટોલ ટેક્ષ જ વસુલવો ન જોઈએ તેવી લોકોની લાગણી પ્રવર્તી રહી છે. ત્રણ વર્ષ પૂર્વે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ 60 કિમીના અંતરમાં બે ટોલ પ્લાઝા હશે તો નાબૂદ કરાશે તેવું નિવેદન આપ્યું હતું પરંતુ હજુ સુધી તેના અમલના કોઇ જ ઠેકાણા નથી. બીજીતરફ અગાઉ એવી માૈખિક જાહેરાત કરાઇ હતી કે રૂ.5 જ લોકલ ટોલ વસુલાશે જે ક્રમશ: વધારીને રૂપિયા રૂ.20 સુધી પહોંચાડી દેવાયો. જેતપુર નજીક રહેતા વાહનચાલકોને પણ હાઇવે પરથી પસાર થવામાં હવે વધારાનો ડામ ખમવો પડશે.આ મામલે આવનારા દિવસોમાં વિરોધનો વંટોળ જોવા મળે તો નવાઈ નહીં.