જન્મદિવસ 17 જુલાઈ 2025
રાજકોટના સુપ્રસિદ્ધ સામાજિક કાર્યકર, ઉદ્યોગપતિ અને ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા મંત્રી વોર્ડ નં. ૧૩, રાજકોટ શહેરના શ્રી હર્ષદભાઈ પ્રતાપભાઈ સાગર આજે તેમનો 57 મો જન્મદિવસ પ્રવેશ કરી રહ્યા છે. તેમનો જન્મદિવસ સેવા, સમર્પણ અને સામાજિક ઉત્થાન પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.
રાજકોટ શહેરમાં નિવાસ કરતા શ્રી હર્ષદભાઈ સાગર. ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા તરીકે સેવા આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા મંત્રી શ્રી વોર્ડ નં. ૧૩, રાજકોટ શહેર તરીકે તેમની ભૂમિકા પ્રશંસનીય રહી છે. તેમનો રાજકીય પ્રવાસ સમાજ સેવા અને લોકોના કલ્યાણ માટેના તેમના ઊંડા સમર્પણનું પ્રતીક છે.
શ્રી હર્ષદભાઈ માત્ર રાજકારણી જ નથી, પરંતુ ઉદ્યોગપતિ અને અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ ગાઢ રીતે જોડાયેલા છે. તેઓ RSS ના સ્વયંસેવક છે અને શ્રી ગોવર્ધન ગૌશાળા તેમજ માં ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આ ઉપરાંત, તેઓ પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિચાર મંચ ભારત – રાજકોટના મહામંત્રી તરીકે, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર તરીકે, અને વિશ્વ પ્રવાસી સામાજિક સાંસ્કૃતિક સંઘ – ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ તરીકે સક્રિય છે.
તેમની સેવા ભાવના ભારત રક્ષા મંચ- રાજકોટ શહેર ઉપપ્રમુખ તેમજ કૈલાશપતિ કો.ઓ. હાઉસિંગ સોસાયટી પ્રમુખ, તરીકે પણ પ્રતિબિંબ થાય છે. શિક્ષણ ક્ષેત્રે પણ તેમનું યોગદાન નોંધપાત્ર છે, તેઓ સાગર સ્કૂલ અને સાગર મેડિકલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તેમની વ્યાવસાયિક સફળતા સમાજ પ્રત્યેની તેમની જવાબદારીથી અવિભાજ્ય છે.
૧૭ જુલાઈ ૧૯૬૯ ના રોજ જન્મેલા શ્રી હર્ષદભાઈ કારડીયા રાજપૂત જ્ઞાતિના અગ્રણી છે. તેમનું જીવન સામાજિક ઉત્થાન, રાજકીય સક્રિયતા અને વ્યાવસાયિક કુશળતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.
આ શુભ અવસરે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સ્વયંસેવકો, વિવિધ સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને કાર્યકરો, વ્યાવસાયિક ભાગીદારો, અને સમસ્ત રાજકોટના નાગરિકો સહિત તમામ શુભેચ્છકો તરફથી શ્રી હર્ષદભાઈ સાગરને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ તેમના મો.૯૮૯૮ ૫૭૦૦૩૨, તથા રૂબરૂ શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. તેમની નિષ્ઠાવાન સેવા ભાવના અને સમાજ કલ્યાણના હુંકાર્યો હંમેશા પ્રેરણાદાયી રહેશે અને તેમને દીર્ઘાયુ તથા સ્વસ્થ જીવનની કામના છે.
આપના સુપ્રસિદ્ધ અખબારમાં ઉપરોક્ત પ્રેસ-નોટ પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતી

