Gujarat

હાથસણી પ્રાથમિક શાળા જીવદયાનું અનોખું ઉદાહરણ

સાવરકુંડલા તાલુકાની હાથસણી પ્રાથમિક શાળાએ ઉતરાયણ પછી એક અનોખી પહેલ કરી છે. શાળાના શિક્ષકોએ બાળકોને વધેલી દોરીના ખતરા વિશે જાગૃત કર્યા છે. બાળકોને સમજાવવામાં આવ્યું કે ફેંકવામાં આવેલી દોરી પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ માટે કેટલી ખતરનાક છે.શિક્ષકોએ બાળકોને કહ્યું કે ઉતરાયણ એ આપણો પરંપરાગત તહેવાર છે પરંતુ આપણે પ્રકૃતિ અને જીવોનું રક્ષણ કરવાની જવાબદારી આપણા સૌની છે આ શાળાએ બાળકોમાં જાગૃતિ લાવવા માટે વાર્તાઓ, ચિત્રો અને નિબંધ સ્પર્ધાઓનું આયોજન કર્યું છે.
બાળકોએ અપીલ કરી છે કે તેઓ પોતાની આસપાસ પડેલી દોરી એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ કરે અને અન્ય લોકોને પણ જાગૃત કરવા જોઈએ હાથસણી પ્રાથમિક શાળાના બાળકોએ જીવદયાની સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની આ પહેલથી અન્ય શાળાઓ અને સમાજને પણ પ્રેરણા મળશે.
બિપીન પાંધી સાવરકુંડલા