મેરી જાન તિરંગા હે દેશભક્તિની કવાલી માં લોકો જુમી ઉઠ્યા
બોડેલી ખાતે હિંદુ – મુસ્લિમ, કોમી એકતા નાં પ્રતિક સમા ગેબનશા દાદા નાં ઉર્સ ની અને સદલ શરીફની ઉજવણી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ખુબ જ હર્ષોલ્લાસ અને ધામધૂમથી કરવામાં આવી ઉર્સ ની ઉજવણી પ્રસંગે હિન્દુ-મુસ્લિમ ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
બોડેલી ખાતે આવેલ પૌરાણિક ગેબનશાહ પીર દરગાહના ઉર્સ નુ અયોજન તારીખ 28 મે બુધવાર ના રોજ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી કોમી એકતા કવાલી નો કાર્યક્રમ યોજાયો હતો જેમા મુબઇ ના પ્રખ્યાત કવાલ અજીમ નાજા ના દિકરા અદનાન નાજા અને ઔરંગાબાદ ની મશહુર કવાલ ઈરહમ ચિસ્તી કાર્યક્રમ મા પોતાના સુરીલી અવાજ થી કવાલી નો પ્રોગ્રામ યોજાયો હતો .ગેબન શાહપીર દરગાહ હિન્દુ મુસ્લિમ એકતા નુ પ્રતીક છે શ્રદ્ધાળુઓ આસ્થાથી માથું ટેકવે છે પીર વલી ગેબનશા પીર દરગાહના દર્શનાર્થે હાજરી આપે છે.

તારીખ 27 મે અને મંગળવારના રોજ સંદલ શરીફ પેસ કરવામાં આવ્યું હતું મંગળવારે સાંજે સંદલ શરીફનું જુલુસ મુજાવર મના બાપુના ત્યાંથી નીકળી ગેબનશાહ પીર ની દરગાહ પર સંદલ શરીફ પેસ કરવામાં આવ્યા હતા સંદલના દિવસે રાત્રે આમ નીયાજ નું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ હજરત ગેબનશા દાદા ના ઉર્સની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી બોડેલી ખાતે હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક ગેબન શાહ પીર દાદા ના ઉર્સ નિમિત્તે ભવ્ય કવાલી ના કાર્યક્રમ યોજાયો હતો ખૂબ મોટી સંખ્યામાં બોડેલી નગરજનો અને આજુબાજુથી લોકો મેળામાં આવ્યા હતા અને કવાલી ના પ્રોગ્રામ માં સામેલ થયા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

