સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓના પરીક્ષણમાં મોટો ખુલાસો થયો છે, જેમાં બે જાણીતી સંસ્થાઓના ચીઝ અને પનીરના નમૂનાઓ ‘મિસ બ્રાન્ડેડ’ જાહેર કરવામાં આવ્યા છે.
ફૂડ એનાલીસ્ટના રિપોર્ટ મુજબ આ નમૂનાઓમાં ફેટનું પ્રમાણ લેબલ પર દર્શાવવામાં આવેલી વિગતો કરતા અલગ હોવાનું માલુમ પડ્યું છે. આ ગંભીર ક્ષતિ બદલ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006ના નીતિ-નિયમો અનુસાર સંબંધિત સંસ્થાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ઘી, માખણ અને પનીર જેવી વસ્તુઓનું સઘન ચેકિંગ હાથ ધર્યું ડેપ્યુટી કમિશનર હેલ્થ અને હોસ્પિટલના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસરોએ શહેરની વિવિધ ખાદ્ય સંસ્થાઓમાં ઘી, માખણ અને પનીર જેવી વસ્તુઓનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
આ તપાસ દરમિયાન પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવેલા નમૂનાઓ પૈકી કુલ 2 નમૂનાઓ નિર્ધારિત ધારાધોરણો મુજબના ન હોવાનો અભિપ્રાય આપવામાં આવ્યો છે. લેબલિંગ અને ગુણવત્તામાં તફાવત હોવાના કારણે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો મામલો સામે આવ્યો છે.

