Gujarat

સાવરકુંડલા સ્થિત વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના લાભાર્થે રાજકોટ ખાતે આવેલ હેમુ ગઢવી ઓડિટોરિયમ હોલ ખાતે આવતીકાલે સાંજે સાતના સુમારે હિન્દી ફિલ્મ ગાયક સ્વ. મુકેશના શતાયુ જન્મજયંતી નિમિત્તે નિતીન મુકેશ લાઈવ ઈન કોન્સર્ટ કાર્યક્રમ યોજાશે

આ કાર્યક્રમમાં પ્રવેશ માટે કાર્યક્રમની સુચારુ વ્યવસ્થા માટે નિમંત્રણ પાસ હોવો જરૂરી છે. 
મુકેશજીના સદાબહાર ગીતો અને એ પણ તેમના જ સુપુત્ર નિતીન મુકેશના કંઠેથી લાઈવ કોન્સર્ટમાં સાંભળવા એ જીવનની ધન્ય પળ ગણાય.
આમ પણ સ્વ મુકેશજીના ગીતો એટલે મને આધ્યાત્મિક તથા માનસિક શાંતિ પ્રદાન કરતાં ગીતો.
બદલતી વૈશ્વિક વ્યવસ્થા અને સાંપ્રત સમયમાં બિમારીના વિવિધ ભયાનક રૂપો માટે સ્વાસ્થ્યની સુરક્ષા માટે પણ આવી નિઃશુલ્ક હોસ્પિટલો વરદાન રૂપ સાબિત થઈ રહી છે.
જેનું કોઈ નથી એનો ભગવાન છે એમ સમજીને આ ધન્વંતરિ ભગવાનના મહાયજ્ઞ સમાન ચાલતી હોસ્પિટલને આર્થિક સહયોગ આપવો એ આપણી નૈતિક ફરજ પણ ગણી શકાય
મુંબઈ અને વિદેશમાં સ્થાયી થયેલા સાવરકુંડલા પ્રેમીઓના દાનથી આ મેડિકલ સેવાકીય કાર્ય નિઃશુલ્ક સંભવ થઈ શક્યું છે.
જો કે હવે સાવરકુંડલાના સિમાડા ઓળંગીને અન્ય શહેરોમાંથી પણ સારવાર અર્થે આ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં લોકો આવી રહ્યા છે.
વળી હોસ્પિટલમાં દર્દી પાસેથી એકપણ રૂપિયો લેવામાં આવતો નથી. એટલે કે અહી દાખલ થવાની ફી પેટે કોઈ કેશ કાઉન્ટર જ નથી.
આ હોસ્પિટલમાં ૨૫ થી વધુ તબીબો અને ૭૦ થી વધુ કર્મચારીઓ દર્દીનારાયણની સસ્મિત વિનમ્રતા સાથે સેવા ભાવથી કાર્ય કરી રહ્યા છે
આ હોસ્પિટલની સ્થાપના થયા પછી ૨૦ લાખ જેટલા દર્દીઓએ આ હોસ્પિટલનો સારવાર અર્થે લાભ લીધો છે અને એ પણ સંપૂર્ણ નિશુલ્ક.
 સાવરકુંડલા સ્થિત વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ વર્ષોથી આપવામાં આવે છે.
સંસ્થાના ટ્રસ્ટીઓ દિવ્કાંતભાઈ સુચક અને અમિતભાઈ મગીયાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે, વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલામાં સ્થિત ૧૦૦% નિઃશુલ્ક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલની સ્થાપના રતિલાલ બોરિસાગરને શ્રદ્ધાંજલિરૂપે કરવામાં આવી હતી, જેમના પૂર્વ વિદ્યાર્થી, જે આજે ડોક્ટર, વેપારી, શિક્ષક અને સમાજના પ્રખ્યાત વ્યક્તિઓ છે, તેમની પ્રેરણાથી આ કાર્ય શક્ય બન્યું છે.
ગુજરાતમાં આરોગ્યસેવા ક્ષેત્રે જે જે સંસ્થાઓ કામ કરી રહી છે તેમાં સાવરકુંડલાનું લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર અગ્ર છે. આ ૧૦૦ ટકા નિઃશુલ્ક હોસ્પિટલ છે. સૌરાષ્ટ્રના નાના નગરમાં આ બહુ મોટું કામ થઈ રહ્યું છે. સારવાર, ઓપરેશન તો નિઃશુલ્ક છે જ આ ઉપરાંત દર્દી તેમજ તેમના સગાઓ માટે સારું પૌષ્ટિક ભોજન પણ હોસ્પિટલમાંથી આપવામાં આવે છે. ગુજરાતના સાવરકુંડલા ખાતે આવેલી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ૧૦૦% નિઃશુલ્ક હોસ્પિટલની સ્થાપના તારીખ ૭ જાન્યુઆરી, ૨૦૧૫નાં રોજ કરવામાં આવી હતી. વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ હોસ્પિટલમાં દર્દી પાસેથી એકપણ રૂપિયો લીધા વિના સમાજના આર્થિક રૂપે નબળા અને જરૂરિયાતમંદ લોકોને છેલ્લા એક દાયકાથી નિઃસ્વાર્થ ભાવે સસ્મિત તબીબી સેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે પછાત લોકો, ખાસ કરીને નાના ગામોમાં રહેતા લોકો, જેમને ઊંચા ખર્ચને કારણે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ નથી, તેમને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાનો છે.
લલ્લુભાઈ શેઠ આરોગ્યમંદિરનાં ટ્રસ્ટી હરેશભાઈ મહેતા જણાવ્યું હતું  કે, છેલ્લા ૧૦ વર્ષમાં આજ દિન સુધી અંદાજે ૨૦ લાખથી વધુ દર્દીઓને હોસ્પિટલ થકી નિઃશુલ્ક તબીબી સારવારનો લાભ મળ્યો છે. દરરોજ લગભગ ૧૫૦૦ દર્દીઓ હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવતી નિઃશુલ્ક સેવાનો લાભ લે છે. જેમાંથી મોટાભાગના લોકો આર્થિક રૂપે નબળા અને ગરીબ વર્ગમાંથી આવે છે. હોસ્પિટલની વિશેષતાઓમાં જનરલ મેડિસિન, સર્જિકલ વિભાગ, બાળરોગ વિભાગ, ઑન્કોલોજી વિભાગ, ડાયાલિસિસ સેન્ટર, ઓર્થોપેડિક વિભાગ, આંખના રોગોનો વિભાગ, કાન-નાક-ગળા વિભાગ, જનરલ ઓપીડી, રેડિયોલોજી, ફિઝિયોથેરાપી વિભાગ, ડેન્ટલ વિભાગ, ભોજનાલય, ઇમર્જન્સી વોર્ડ, એમ્બ્યુલન્સ સેવા, પેથોલોજી લેબ, હોમિયોપેથી, આયુર્વેદ, નેચરોપેથી, ફાર્મસી, મોબાઈલ ડિસ્પેન્સરી, પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગ, અને ટેલિ કન્સલ્ટિંગ વિભાગનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, યુરોલોજી, ન્યુરો એન્ડ સ્પાઈન સર્જરી, ઈ.એન.ટી, પેડીયાટ્રીક ફીઝીયોથેરાપી, સાઈકેટ્રીસ્ટ, સાયકોલોજિસ્ટ સ્પેશિયલ વિઝીટમાં આવે છે. હવે કાર્ડિયોલોજી અને ન્યુરોલોજી ડીપાર્ટમેન્ટ પણ શરુ કરવામાં આવશે. આ સાથે હોસ્પિટલમાં સફાઈ પણ સારી રાખવામાં આવે છે.આ હોસ્પીટલમાં ડો. રત્નાકર વાણીયા, ડો. પ્રકાશ પટેલ, ડો. હેત્વી પટેલ, ડો. વંદિતા સલાટ, ડો. હેમલ ચોટલીયા, ડો. નિકુંજ ગોંડલિયા, ડો. રાજેશ મહેતા,ડૉ. સાદીક અલી સોની, ડૉ. હેપી પટેલ , ડો. ધાર્મી રાઠોડ, ડો. મૌસમ બનજારા, ડો. દેવયાની વાળા, ડો. પરિંદા ગોહિલ, ડો. પૂજા સોલંકી, ડો. વિવેક ગેંગડીયા, ડો. મમતા દંતાણી, ડો. યતીશ ભૂવા, ડો. કોમલ કટારીયા, ડો. અરુણ મિસ્ત્રી, ડો. વિનુભાઈ પટેલ, ડો. નરેન ભાલિયા, ડો. નિકીતા વાણિયા, ડો. રોહિત સોંડીગળા, ડો. ઉમેશ હડીયા, ડો. ભારતી પટેલ, ડો. ચિરાગ પીપરોત્તર, ડો. સંગીતા સલખણા, ડો. દર્શના શિયાળ, ડો. સુમેર સવટ, ડો. સોનિયા ચેતવાણી, ડો. નિધિ સોંદરવા , ડો. ભાવિકા બાંભણીયા, ડો. રિંકલ વાળા પોતાની સેવા આપી રહ્યા છે. પોતાના સમય પૂર્ણ થયા ઉપરાંત પણ તેઓ દર્દીઓની સેવા કરવા માટે ઉપસ્થિત રહે છે.
હોસ્પિટલની સ્થાપના પછીના દાયકામાં, ૨૦ લાખથી વધુ દર્દીઓએ અહીંથી નિઃશુલ્ક સારવાર મેળવી છે. કેસ લખવાથી લઈને ડોકટરી તપાસ, ઓપરેશન, દવાઓ અને ઇન્ડોર દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને નિઃશુલ્ક ભોજન જેવી સેવાઓ અહીં ઉપલબ્ધ છે. હોસ્પિટલની કામગીરી માટે દર મહિને આશરે ૭૦ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, જે મુંબઈ અને વિદેશમાં સ્થાયી થયેલા સાવરકુંડલા પ્રેમીઓના દાનથી સંભવ બને છે. આ હોસ્પિટલમાં ૨૫ જેટલા ડોકટરો અને ૭૦ જેટલા સ્ટાફના સભ્યો અવિરત સેવા આપી રહ્યા છે.
બિપીન પાંધી સાવરકુંડલા