Gujarat

વડોદરામાં પતિએ બ્યુટી પાર્લરમાં પત્ની અને તેના પ્રેમીને કઢંગી હાલતમાં ઝડપી પાડ્યા, પતિએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં પત્નીના બ્યુટી પાર્લરમાં પતિએ પત્ની અને તેના પ્રેમીને કઢંગી હાલતમાં ઝડપી પાડ્યા હતા. આ સમયે પત્નીએ પતિને ખભા પર બચકું ભરી લીધું હતું. આ મામલે પતિએ પત્ની અને તેના પ્રેમી સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બાપોદ પોલીસે ફરિયાદના આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા કોર્ટમાં ભરણપોષણ તથા ડાયવોર્સનો કેસ કર્યો વડોદરા નજીક આવેલા એક ગામમાં રહેતા યુવાને બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2009માં મારા પ્રેમ લગ્ન વડોદરાની યુવતી સાથે થયા હતા.

અમારે સંતાનમાં 14 વર્ષનો એક દીકરો છે. મારે મારી પત્ની સાથે મનમેળ ન થતો હોવાથી વારંવાર મારી સાથે નાની વાતમાં માથાકુટ થતી હોવાથી તે તેના પિતા સાથે પિયરમાં રહેવા જતી રહી હતી. બાદમાં મારી પત્નીએ મારી ઉપર શારીરિક, માનસિક ત્રાસ બાબતની પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી મારી સામે વડોદરા કોર્ટમાં ભરણપોષણ તથા ડાયવોર્સનો કેસ પણ કર્યો છે.

મારી પત્નીના ગામના યુવક સાથે આડા સંબંધની શંકા હતી આ દરમિયાન મને શક પડ્યો હતો કે, મારી પત્નીના મારા ગામમાં રહેતા યુવક સાથે આડા સંબંધ છે. મારી પત્ની આજવા રોડ બ્યૂટી પાર્લર ચલાવે છે, જ્યાં આ યુવક મારી પત્નીને મળવા અવાર નવાર ત્યાં જતો હતો. ગત 3 ફેબ્રુઆરીના રોજ મેં મારી પત્નીના બ્યૂટી પાર્લર બહાર પાર્કિંગમાં યુવકની મહિન્દ્રા કંપનીની સફેદ કલરની કાર પાર્ક કરેલી જોઈ હતી. જેથી મને શંકા ગઈ હતી કે, મારી પત્નીને મળવા તેનો પ્રેમી આવ્યો છે.

જેથી હું તથા મારો મિત્ર બન્ને મારી પત્નીના પાર્લર ઉપર ગયા હતા અને ત્યાં રીસેપ્શન ઉપર બે છોકરીઓ બેઠેલી હતી હતી અને આ દરમિયાન મે આ રીસપ્શન ઉપર છોકરીઓને મારી પત્ની બાબતે પુછતા બંને છોકરીઓએ દીદી નામની બૂમ પાડતા મને શક પડ્યો હતો કે, મારી પત્ની લેડીઝના બ્યુટી પાર્લરનું કામ કરવા માટે અલગથી બનાવેલી કેબીનમાં તેના પ્રેમી સાથે અંદરથી દરવાજો બંધ કરીને હાજર છે.