સુરેન્દ્રનગર જિલ્લામાં અઢારમી સદી સુધી સિંહોનું વિચરણના અનેક ઐતિહાસિક પુરાવાઓ ઉપલબ્ધ રહ્યા છે અને ભૌગોલિક રીતે પણ સુરેન્દ્રનગર જિલ્લાનો વિસ્તાર સવ્વાનાહ જંગલ વિસ્તારને અનુરૂપ છે. ગીચ ઝાડી ના હોય ખુલ્લો મેદાની વિસ્તાર હોય, ઊંચું ઘાંસ હોય અને જાળા ઝાખડા હોય આવા વિસ્તારને અંગ્રેજી ભાષામાં સવ્વાનાહ ફોરેસ્ટ તરીકે ઓળખાય છે.
યુવા પક્ષીવિદ્દ દેવવ્રતસિંહ મોરીએ જણાવ્યું કે ગીર જંગલ કરતા સિંહોને ખુલ્લા ઘાંસિયા વિસ્તારો વધુ પસંદ. સંખ્યા વધતા મૂળ ખુલ્લા ઘાંસિયા આજુબાજુના જિલ્લાઓમાં સ્થળાંતર કરવા લાગ્યા છે.
એમાની એક પુખ્ત નરની જોડી પણ આપણા જિલ્લના ચોટીલા તાલુકાના રેશમિયા ગામ આજુબાજુના વિસ્તારો સુધી આવી ગયા હતા. તેમાંના એક સાવજને અમારી હાજરીમાં વન વિભાગની ટીમ દ્વારા એક નર સિંહને રેડિયો કોલર કર્યો હતો.
થાન-ચોટીલા વચ્ચેનો માંડવનો જંગલી વિસ્તાર સિંહોના રહેણાંક માટે સાનુકૂળ જણાય છે. ગીર બહાર 3 લાયન સફારી હાલમાં કાર્યરત છે અને ચોથી સફારી સંભાવના માટે માંડવ વિસ્તાર બહુ જ સાનુકૂળ છે. આ વિસ્તારની પશ્ચિમે માત્ર થોડા અંતરે વાંકાનેરની રામપરા વીડીમાં પણ હાલમાં સફળતાપૂર્વક સિંહ સંવર્ધન કેન્દ્ર ચાલુ છે.