કોન્ટ્રકટર દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરીનું અણઘડ ખોદકામ કરી નાખતા પાણીની પાઇપ લાઈનો તુટી, લોકોને ભારે હાલાકી નગરવિકાસ કમિટી તથા સ્થાનિકો પાલિકા પહોંચી યોગ્ય કામગીરીની માંગ કરી.
પાટણ જિલ્લાના હારીજ નગર પાલિકા દ્વારા સોમનાથ નગરથી મેઇન બજાર સુધી અંડર ગ્રાઉન્ડ ગટર લાઇન કામગીરી શરૂ કરવામાં આવી છે જેમા કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી તેમજ ગટર લાઈન ચેમ્બરો તેમજ પાઇપ લાઇન કામગીરીમાં ભોગોલિક પરિસ્થિતિ મુજબ ખોદકામ કર્યાં વગર અણઘડ કામગીરી કરવામાં આવી રહી છે.
જેને લઈ ખોદકામ દરમીયાન પીવાના મીઠા પાણીની પાઈપ લાઇનો તુટી જવા પામતા વિસ્તારના રહીશો ને પાણી વગર પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે બાબતે ગત રોજ સોમનાથ નગર બોરિંગ ચાલી વિસ્તારના રહીશો સાથે નગરવિકાસ કમિટી ના યુવાનો નગર પાલિકા ખાતે પહોંચી ચીફ ઓફિસરને અણઘડ અંડર ગ્રાઉન્ડ ગટર કામગીરી અટકાવી યોગ્ય કામગીરી કરવામા આવે તે બાબતે લખીત રજુઆત કરી હતી.
રિપોર્ટ : અનિલ રામાનુજ, રાધનપુર પાટણ

