જામનગરમાં મહિલાઓ સમાજમાં ગૌરવભેર આગળ વધે અને સર્વાંગી વિકાસ સાધે તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાતા આ નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત જામનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉજવણીના ભાગરૂપે જામનગરમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ બી.એડ. નર્સિંગ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને 181 મહિલા હેલ્પલાઈન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા મહિલાઓ કેવી રીતે સુરક્ષિત રહી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલાઓ માટેની વિવિધ સરકારી યોજનાઓ અને તેમના હિતમાં ઘડાયેલા કાયદાઓ વિશે પણ સમજૂતી આપવામાં આવી હતી.