Gujarat

જેતપુર ભાજપમાં ‘ઘર કા ભેદી લંકા ઢાયે’ જેવો ઘાટ સર્જાયો, ટિકિટ કપાતા અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી કરી છે

ભાજપમાં ટિકિટ વહેંચણીમાં સંનિષ્ઠ કાર્યકરો કોરાણે રહ્યાં, માનીતા ફાવી ગયા… ટિકિટ પસંદગીમાં ભાજપે નિયમો નેવે મૂકાયાનો ખુદ કાર્યકરોએ આક્ષેપ કર્યો… વફાદાર પાછળ રહી ગયા અને માનીતા ફાવી ગયા
જેતપુર ભાજપમાં ઉકળતો ચરુ હજુ પણ જોવા મળી રહ્યો છે. વોટ્સએપ ગ્રુપના ફોટાઓ વાયરલ થઇ રહ્યા છે.
જેતપુર નગરપાલિકાની ચૂંટણી માટે કોને ટિકિટ મળી, કેટલાએ ફોર્મ ભર્યા તેનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. કુલ મળીને 42 ઉમેદવારોએ ફોર્મ ભરી ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, આ બાદ રાજકીય હુંસાતુંસી જોવા મળી છે. ઉમેદવારોમાં અપક્ષ ઉમેદવારોનું પ્રમાણ વધુ જોવા મળ્યું, જેઓએ ને ભાજપમાં થી ટીકીટ ન મળતાં અપક્ષ તરીકે દાવેદારી નોંધાવી છે. હવે કોણ ફોર્મ પરત ખેંચશે, તે જોવું રહ્યું.
જેતપુરમાં શનિવારથી રાજકારણમાં ગરમાવો આવ્યો હતો અને ભાજપ જાણે સાઈડ લાઈન થવા જઈ રહ્યું તેઓ ઘાટ ઘડાયો હતો. અને આખરે તેમાં ડેમેજ કંટ્રોલ થયો. આ ઘટનાક્રમે જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાવો લાવી દીધો છે અને આ વાત પ્રદેશ સુધી પહોંચી છે. રાજકીય સુત્રો કહે છે કે, અગાઉ સાંસદની ચૂંટણી સમયે પોરબંદર બેઠક માટે દાવેદારી કરાતા કોરાટ અને રાદડિયા જૂથ વચ્ચે મતભેદ સર્જાયો હતો. બાદમાં ગત વિધાનસભાની ચૂંટણી સમયે જેતપુર બેઠક પર પ્રશાંત કોરાટને ટિકિટ જોઈતી હતી, પણ પ્રદેશ લેવલેથી જયેશ રાદડિયા જ ટિકિટ ખેંચી લાવ્યા હતા. જેથી ધારાસભ્ય જયેશ રાદડિયા વિરૂદ્ધ કેટલીક પ્રવૃતિઓ ચાલુ થઈ હતી અને વારંવાર જાહેર મંચ પરથી તેઓ વિરોધીઓને શાબ્દિક ચાબખા મારી રહ્યા છે. હવે તેમના રાદડિયા જૂથના પૂર્વ સુધરાઈ પ્રમુખની ટિકિટ કપાતા પ્રદેશ લેવલે કોરાટ જૂથે તરકટ રચ્યાનો આક્ષેપ થયો છે.
પરંતુ હજુ એ વાત પૂરી નથી થઈ ત્યાં જ જેતપુર ભાજપ સંગઠનમાં અંદરો અંદર કાપા કાપી ચાલી રહી છે. ટિકિટ ન મળતાં ભાજપ પક્ષમાં અસંતોષ વકર્યો છે. આ કારણે અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. જેથી હવે ફોર્મ પરત ખેંચાવવા માટે રાજકીય કાવાદાવા શરૂ થયા છે. સૌથી મોટો અસંતોષ ભાજપમાં જ જોવા મળ્યો છે.  કાર્યકરો આક્ષેપ કરી રહ્યાં છે કે, ટિકિટ પસંદગીમાં પ્રદેશ નેતાગીરીએ નિયમો નેવે મૂક્યાં છે. બધા નિયમો માત્ર કાગળ પર રહ્યાં હોય તેવું લાગે છે. સંનિષ્ઠ વફાદાર કાર્યકરો ટિકીટથી વંચિત રહ્યાં છે, તો માનીતા ફાવી ગયા છે તેવો બળાપો ઠાલવી રહ્યાં છે.
પૂર્વ પ્રમુખેતો બોમ્બ જ ફોડી નાખ્યો અને જેમનો રેલો પ્રદેશ સુધી પહોંચ્યો છે પરંતુ. આ વાત અહીંથી નથી અટકતી જેતપુર ભાજપ સંગઠનમાં મહિલા પ્રમુખ રીનાબેન દવેના નારાજગીના વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કરી અને નારાજગી વ્યક્ત કરી છે. અને ભાજપ સંગઠનમાંથી જ ઘણા ખરાઓએ અપક્ષમાંથી દાવેદારી નોંધાવી છે.
સૂત્રોના માહિતી પ્રમાણે જેતપુરમાં જેમને ટિકિટ મળવી જોઈતી તી હતી. તેમને મળી નથી અને જેમને મળી છે. જે ભાજપની ગાઇડલાઇન પ્રમાણે નથી તેવા લોકોના ઘરના સભ્યોને મળી છે ટિકિટ. અને જે ભાજપની ગાઈડલાઈન પ્રમાણેના ઉમેદવારો નથી જેમને મહેનત કરી છે. તેમને  કોરાણે મૂકી દેવામાં આવ્યા હોય તેવી ઘાટ સર્જાયો છે દેવામાં આવ્યા છે આ સાથે પાલિકામાં ટિકિટ ફાળવણીના મુદ્દે ભાજપના ઘણા નેતાઓ અને કાર્યકરો નારાજ છે.
આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે. ભાજપના નેતાઓ અસંતુષ્ટોને મનાવી ફોર્મ પરત ખેંચાવવામાં કેટલાં સફળ રહે છે તે જોવુ રહ્યું. અત્યારે તો ભાજપે ડેમેજકંટ્રોલ માટે સિનિયર નેતાઓને મેદાને ઉતારવા નક્કી કર્યુ છે. હાલ જે ભાજપમાં આંતરિક અસંતોષનો ભડકો થયો છે તે જોતાં પાલિકાની ચૂંટણી પર ચોક્કસ અસર થશે તે નક્કી છે.