Gujarat

કરજણ પંથકમાં ખેડૂતો દિવેલા-મકાઈ તરફ વળ્યાં : ઘઉંનું વાવેતર ઘટ્યું

કરજણ પંથકમાં ચાલુ વર્ષે ઘઉનું વાવેતર ઓછું થવા પામ્યું છે. જેમાં ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને બીજી તરફ દિવેલા અને મકાઈ નું વાવેતર મોડું થતા ચાલુ વર્ષે ખેડૂતોને ખેતીની આવક પણ મોડી શરૂ થઇ છે. જેની સીધી અસર ઘઉંના વાવેતર પર થવા પામી છે. આમ ચાલુ વર્ષે ઘઉનું વાવેતર ઓછું થવાથી ઘઉંના ભાવ પણ વધારે રહેશે. કમોસમી માવઠાની અસર ઘઉંના વાવેતર પર થવા પામી છે.

ચાલુ વર્ષે ચોમાસા પછી પણ વરસાદ પડ્યો હતો અને કમોસમી વરસાદ ને લઈને ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકશાન થયુ હતું. અને સરકાર દ્વારા ખેડૂતોને રાહત પેકજ પણ આપવામાં આવ્યું હતું. પરંતુ અવિરત વરસાદને લઈને ખેડૂતો ખેતીમાં દિવેલા અને મકાઈનું વાવેતર મોડું કર્યું હતું અને કપાસમાં પણ આવક મોડી શરૂ થઇ હતી. જેના પગલે ખેડૂતોને સમયસર રૂપીયા ની આવક ન થતા ખેડૂતો દિવેલા અને મકાઈ ના વાવેતર તરફ વળ્યાં હતાં. અને હાલમાં ખેતીમાં ઘઉનું વાવેતર કરવાનું હોય છે.

પરંતુ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે કરજણ પંથકમાં ઘઉનું વાવેતર ઓછું થયુ છે. જયારે આ બાબતે કરજણ ના બિયારણના વેપારીઓ ને પૂછતાં તેઓને પણ જણાવ્યુ હતુ કે, ગત વર્ષ કરતા ચાલુ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 10 ટકા જેટલું ઘઉનું બિયારણ ખેડૂતો લઇ ગયા છે. જયારે તાલુકા ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે કરજણ તાલુકામાં મકાઈ અને દિવેલાનું વાવેતર વધ્યું છે અને ઘઉનું વાવેતર ઓછું થવા પામ્યું છે.