નેત્રંગ તાલુકામાં ૧૩૧ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ‘પરમાર્થ ટ્રસ્ટ સુરત’ના સહયોગથી. ‘સ્પ્રેડ સ્માઈલ ગૃપ’ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ.
ભરૂચ નેત્રંગ તાલુકામાં ૧૩૧ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ‘પરમાર્થ ટ્રસ્ટ સુરત’ના સહયોગથી ‘સ્પ્રેડ સ્માઈલ ગૃપ’ના પ્રતિનિધિ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ.‘પરમાર્થ ટ્રસ્ટ સુરત’ દ્વારા મળેલ સહયોગનો સુવ્યવસ્થિત ઉપયોગ થાય અને દાન જરૂરિયાતમંદ વ્યક્તિને પહોંચે તે માટે ‘સ્પ્રેડ સ્માઈલ ગૃપ’ના પ્રતિનિધિ અને પ્રાથમિક શાળા કંબોડિયાનાં શિક્ષકા હેતલબેન ચૌધરી દ્વારા તાલુકામાં અન્ય શિક્ષકોની મદદથી શાળા કક્ષાએ વિદ્યાર્થીઓના પરીવારની આર્થિક સ્થિતિ અંગે સર્વે કરી અનાથ તેમજ જરૂરીયાતમંદ ૧૩૧ વિદ્યાર્થીઓને નોટબુક,થેલા અને સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.પરમાર્થ ટ્રસ્ટ સુરત ભરતભાઈ માંગુકિયા ના નેતૃત્વ માં જરૂરિયાત મંદ વિદ્યાર્થી ઓને નોટબુક ચોપડા થેલા વિતરણ અભિયાન આજે ભરૂચ ના નેત્રંગ તાલુકા માં પ્રવેશતા વિદ્યાર્થી ઓમાં આનંદ ની લાગણી વ્યાપી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા



