Gujarat

થરા નગરમાં પાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા  દબાણ હટાવવાની કામગીરી કરાઈ

સમગ્ર ગુજરાતમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે કાંકરેજ તાલુકાના થરા નગર પાલિકા વિસ્તારમાંથી નેશનલ હાઇવે નં.૨૭ પસાર થાય છે. અહીં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા એક કીમી લાંબો ઓવર બ્રિજ બે થી એકવીસ ફુટ ઉંચો બનાવી બંને બાજુ નગર વિસ્તાર માં અવરજવર માટે ફૂટપાથ સાથે સર્વિસરોડ બનાવવામાં આવેલ છે આ ફૂટપાથ પર લોકોએ કેબીન ગલ્લા છાપરાના દબાણ કરી પોતાનો ધંધો કે  એ દબાણ કરેલ જગ્યા ભાડે આપી ફૂટપાથ પર જમાવટ કરતાં અને રખડતા ઢોરોને કારણે થરા વેપારી શૈક્ષણિક મથક હોવાથી ટ્રાફિકની વિકટ સમસ્યા જોવા મળતી હતી.
આખો દીવસ રેત ભરેલા ઓવર લોડ ડમ્ફરો પણ આ સમસ્યાને વધુ ગંભીર બનાવી દીધી હતી. થરા નગર પાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ દબાણકર્તાઓને  અનેક વાર નોટીસ આપી પણ એનકેન પ્રકારના દબાણો લાવી દબાણો દૂર કરવામાં આવતાં ન હતાં. થરા નગર પાલિકામાં તાલીમી આઇએ એસ મહિલા અધિકારી મૂકતા તેમને થરા નગરની આ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કર્યા પણ એમાં રાજકિય દખલગીરી થતાં તેવોએ હથિયાર હેઠાં મૂકેલા જ્યારે થરા પાલીકામાં કરાર આધારિત ચીફ ઓફિસરની જગ્યા પર નિવૃત્ત મામલતદાર બાબુભાઈ જોષીની નિમણુંક કરવામાં આવતાં તેઓએ નેશનલ હાઈવે ઓથોરિટીના સંકલનમાં રહીને થરા પોલીસ મથકે બંદોબસ્ત માંગતા થરા પોલીસ મથકના પી.આઈ.રમેશભાઈ હીરાભાઈ જારિયાએ પોલીસ બંદોબસ્ત આપતાં ગઇકાલે  થરા નગરમાં  દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જેને લઈ થરા નેશનલ હાઈવે કેબિન બજાર હટાવવા માટે  અગાઉ અનેકવાર નોટિસ આપવામાં આવી હતી છતાં કેબિન ગલ્લા ધારકો આ બંધ રહેશે પણ ચીફ ઓફિસર, નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસ મક્કમ રહેતા પટેલ બોર્ડિંગ રોડની સામેના દબાણો હટાવવાની જેસીબી મશીન દ્વારા કામગીરી શરૂ કરતાં નગર તળના દબાણ કર્તાઓ રાજકિય રીતે દબાણ બંધ રખાવવા ભારે હલ્લાબોલ કરતા જોવા મળ્યા હતા પણ આ વખતે સાચો વાઘ આવ્યો છે ને દબાણ હટાવવા પડશે તેવું લાગતા દબાણ કર્તાઓ પોતાનું કેબિન ગલ્લા બચાવવા ફટોફ્ટ ઉપાડતા જોવા મળ્યા હતા. હાઈસ્કૂલ રોડ પર દબાણ હટાવવા પડશે તેવું લાગતા ત્યાં દોડધામ શરૂ થઈ હતી પણ ત્યાં o.૨ વિકાસલક્ષી કામો જેવું કામ હાલ થયું.. થરા નગરમાં નેશનલ હાઇવે ઓથોરિટી, પાલિકા, પોલીસ સંકલનમાં રહી હટાવેલા દબાણોની જગ્યા પર ફરી દબાણ ન થાય અને ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવું કંઈક કરે તેવી લોકોની માંગ છે.