ઘાંટવડ ગામ નાં દિવ્યાંગ બાળકે મુસ્લીમ સમાજ નું ગૌરવ વધાર્યું
ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા ગત તારીખ 11 ફેબ્રુઆરી 2025 ના રોજ દિવ્યાંગ બાળકો માટેના જીલ્લા કક્ષાના સ્પેશિયલ ખેલમહાકુંભ નુ આયોજન કોડીનાર તાલુકાની સોમનાથ એકેડમી માં કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લાના તમામ દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં શ્રી ઘાંટવડ કુમાર શાળા માં ધોરણ 8 માં અભ્યાસ કરતો ઘાંચી મુસ્લીમ સમાજ નો દિવ્યાંગ બાળક અગવાન નવાજ જમાલભાઈ જે આઈ ડી કેટેગરી ની દિવ્યાંગતા ધરાવે છે. તેમણે આ જીલ્લા કક્ષાના ખેલમહાકુંભ માં 100 મીટર દોડ માં પ્રથમ નંબર મેળવેલ છે અને ગોળા ફેંક માં દ્વિતીય નંબર મેળવેલ છે. આ તકે તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી મહેશભાઈ વાઢેર શાળાના ઈનચાર્જ આચાર્ય શ્રી જેસિંગભાઈ વાઢેર રિસોર્સ ટીચર શ્રી રમેશભાઇ રાઠોડ અને સમગ્ર શાળા પરિવાર અને SMC સમિતિ વતી બાળકને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા અને અગામી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી
હાર્દિક કાનાબાર પ્રાચી

