સિંહોના વસવાટ માટે જાણીતા ઉના-ગીરગઢડા પંથકમાં ફરી એકવાર ગીરના રાજાઓનો શાહી અવાજ સાંભળવા મળ્યો છે. ગીરગઢડાના ફાટસર નજીક આવેલા કેદારનાથ મંદિર તરફ જતા રસ્તા પર રાત્રિના સમયે બે નર સિંહની ડણકથી આસપાસનો સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો, જેને પગલે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ થોભી જઈ આ અદ્ભુત ક્ષણના સાક્ષી બન્યા હતા.
સામાન્ય રીતે સિંહની ડણક 2.5થી 3 કિમી સુધી સંભળાય છે આ ઘટના રાત્રિના શાંત વાતાવરણમાં બની હતી, જ્યારે બે નર સિંહ રસ્તાની અંદરના ભાગમાં આવી પહોંચ્યા હતા. સિંહની ડણક સામાન્ય રીતે 2.5 થી 3 કિલોમીટર સુધી સંભળાય છે, પરંતુ આ ડણક એટલી પ્રબળ હતી કે તેનો પડઘો દૂર દૂર સુધી પડ્યો હતો. ડણક સાંભળીને વાહનચાલકો અને રાહદારીઓ આશ્ચર્ય અને ઉત્સુકતા સાથે થંભી ગયા હતા.

