Gujarat

બાંટવા (વોર્ડ નં. ૬) માં નવી આંગણવાડીમાં નીચસ્તરીય કામ, બાળકોના જીવને જોખમ

બાંટવા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નં. ૬, બગીચા પાછળ વર્ષ ૨૦૨૩માં નવી આંગણવાડીનું નિર્માણ પૂર્ણ થયું હતું, પરંતુ હવે તે અતિ નબળું અને જોખમકારક બન્યું છે. કન્સ્ટ્રક્શન કામગીરીમાં થયેલી ગેરરીતિઓના કારણે પાયો બેસી ગયો છે અને લાદી તૂટી ગઈ છે, જે નાની ઉમરના બાળકો માટે ભારે જોખમરૂપ છે.
આ આંગણવાડી જે.ડી.કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવી હતી, અને અત્યારની સ્થિતિએ તે ઠીકેદારની ભ્રષ્ટાચારભરી કામગીરી અને નીચી ગુણવત્તાના સામગ્રી ઉપયોગની સાક્ષી આપે છે.
સ્થાનિક નાગરિકોની માગ:
આંગણવાડીની તાકીદે તપાસ કરવામાં આવે અને ગુણવત્તા ચકાસણી કરવામાં આવે.
જે.ડી. કન્સ્ટ્રક્શન કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જવાબદાર તંત્ર સામે કડક પગલાં લેવામાં આવે.
બાળકોના ભવિષ્યની સુરક્ષાની ખાતરી માટે, નવું અને મજબૂત નિર્માણ ફરીથી કરવામાં આવે.
માજી સદસ્યશ્રી, બાંટવા નગરપાલિકા ભાવેશ પરબતભાઈ નકુમ અને અન્ય સ્થાનિક નાગરિકોએ તાકીદે કલેક્ટરશ્રી, જુનાગઢ અને પ્રાદેશિક કમિશનર, ભાવનગર સમક્ષ લેખિતમાં રજુઆત કરી છે.
જો યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આ મુદ્દાને  ઉચ્ચ અધિકારીઓ સુધી લઈ જવામાં આવશે અને આંદોલન કરવાની પણ તૈયાર કરી છે