અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલી રૂપાબા વિદ્યામંદિર અને સનફ્લાવર ઈંગ્લિશ સ્કૂલમાં મકરસંક્રાંતિ નિમિત્તે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શાળાના આચાર્ય આર.ડી. દરજીએ વિદ્યાર્થીઓને મકરસંક્રાંતિનું જીવનમાં રહેલું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને આશીર્વચન આપતા જણાવ્યું કે તેમના જીવનરૂપી પતંગ હંમેશા નવી ઊંચાઈઓ સર કરે.
કાર્યક્રમમાં શાળાના સંચાલક નિલયભાઈ શુક્લાએ પણ વિશેષ હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને પતંગનું વૈજ્ઞાનિક મહત્વ સમજાવ્યું અને તેની સાથે જીવનમાં તેની ઉપયોગિતા વિશે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમના અંતે શિક્ષકગણ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.