જકોટ જિલ્લા ના કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામ ના ધારવાળી ખોડિયાર મંદિર નજીક આવેલ શ્રી લેઉઆ પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા નવ નિર્મિત શ્રી લેઉઆ પટેલ સમાજ ભવનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, સાથે સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ નુ અનાવરણ કરાયું હતું.

જેમાં ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, રાજકોટ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શાપર-વેરાવળ ના સરપંચ રવિરાજસિંહ જાડેજા, તેમજ જયેશભાઇ કાકડિયા,પ.પૂ.શ્રીકોઠારી સ્વામી,.પરમ પૂજ્ય શ્રી મસ્તરામબાપુ સહિતના અગ્રણીઓ સમાજ શ્રેષ્ઠી, ગ્રામજનો સહીતના લોકો, દાતાઓ, પરીવારજનો, હાજર રહ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં દાતાઓનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

