છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ઉચ્છ નદી પર નાગરવાડ થી ઝાંપા વચ્ચે નવીન બ્રિજનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય અરુણાબેન તડવી, જીતુભાઈ માછી, રાજુભાઈ તરબડા, બરોડા ડેરીના ડિરેક્ટર રમેશભાઈ બારિયા, સરપંચો, ગામના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

