Gujarat

મગરવાડા ગામ ખાતે આંગણવાડી કેન્દ્ર મગરવાડા -૨ ના નવીન મકાનનું શુભારંભ કરવા માં આવેલ

આજ રોજ તરીખ ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ વડગામ તાલુકાના મગરવાડા ગામ ખાતે આંગણવાડી કેન્દ્ર મગરવાડા -૨ ના નવીન મકાનનું શુભારંભ કરવા માં આવેલ
આ પ્રસંગે અનુસૂચિત જાતિ ભાજપના જિલ્લા પ્રમુખ સાહેબ શ્રી અશ્વિનભાઈ સકશેના, વડગામ ઘટક ૨ ના સીડીપીઓ મેડમ શ્રી સરોજબેન ગોહિલ, મગરવાડા ગામના સરપંચ સાહેબ શ્રી રામીબેન, ઉપસરપંચ શ્રી કેસરભાઈ તલાટી, સાહેબ શ્રી જીતુભાઈ ચૌધરી, વડગામ ઘટક -૨ ના SA સાહેબ વસંતભાઈ સોલંકી ,NNM બ્લોક કોર્ડીનેટર હરેશભાઈ પરમાર તથા ગામના આગેવાનો લવજીભાઈ, ભાવેશભાઈ મહેશ્વરી, વગેરે લોકોએ હાજરી આપેલ હતી.
પ્રસંગની શરૂઆત મહેમાનોનો શાબ્દિક સ્વાગત થી તથા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ હતી
દીપ પ્રાગટ્ય બાદ આંગણવાડી બાળાઓ દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત અને બાળગીત રજૂ કરવામાં આવેલ હતું
આ પ્રસંગે પધારેલ મહેમાન શ્રી ઓએ પ્રસંગને અનુરૂપ ઉપબોધન કરેલ હતું તથા વડગામ ઘટક ૨ ના સીડીપીઓ મેડમ શ્રી સરોજબેન ગોહિલે icds ની વિવિધ યોજનાઓની માહિતી ગામ લોકોને આપેલ હતી અને દરેક લોકો સરકારશ્રીની તમામે તમામ યોજનાનું લાભ લે તે માટે વિનંતી કરવામાં આવેલ હતી.
પ્રસંગને અંતે પધારેલા તમામ મહેમાન મહેમાનોની આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવેલ હતું
અહેવાલ તસવીર રમેશભાઈ પરમાર વડગામ

IMG-20250425-WA0088-2.jpg IMG-20250425-WA0089-3.jpg IMG-20250425-WA0086-0.jpg IMG-20250425-WA0087-1.jpg