Gujarat

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાંચ દ્વારા ચક્ષુ દાન સ્વીકારની રેકોર્ડ બ્રેક કામગીરી

ચક્ષુદાન સ્વીકારી આ રેકોર્ડ બ્રેક કામગીરી ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા તેમની ટીમને આભારી છે
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકાના ચક્ષુ દાન સ્વીકારી રેકોર્ડ બ્રેક કામગીરી આજરોજ કુલ ૬૦૦ ચક્ષુદાતાની ચક્ષુઓ સ્વીકારી આ ક્ષેત્રે એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. જો કે  ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકાના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા તેમની સમગ્ર ટીમ આ સંદર્ભે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે.
આમ પણ મેહુલભાઈ વ્યાસ ખુદ પોતાના વ્યવસાય છોડી આવી માનવીય સંવેદના અને સામાજિક દાયિત્વની રૂએ આવી ચક્ષુદાન સ્વીકારવા જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં જોવા મળે છે..ચક્ષુદાતા કલ્પનાબેન નરેશભાઈ નિમાવત અને ચક્ષુદાતા મુક્તાબેન હિંમતલાલ બરાળિયાના ચક્ષુદાન કરવાથી કુલ ૬૦૦ ચક્ષુદાતાઓની યાદી થઈ છે.
જે ખરેખર ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા તેમના ટીમને આભારી છે. આમ તો મેહુલભાઈ વ્યાસના સખત પુરૂષાર્થને કારણે  ચક્ષુદાતાઓનો આ વિક્રમજનક આંક ગણી શકાય…મેહુલભાઈ વ્યાસ તેમની સેવાકીય પ્રવૃત્તિઓ બદલ અનેક વખત ગુજરાત સરકારના માનનીય ગવર્નર સાહેબના હસ્તે સન્માનિત કરવામાં આવેલ છે. જે તેની સેવાકીય પ્રવૃત્તિઓનો બોલતો પુરાવો છે. તેમના હસ્તે આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં અવિરત થતી રહે છે તે બાબત પણ નોંધનીય ગણી શકાય
બિપીન પાંધી સાવરકુંડલા