મહિલા, કિશોરી તથા બાળકો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ-મહિલાઓની સાફ્લ્ય ગાથાઓની રજૂઆત
“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે ઢોલરા ગામે હેલ્થ ચેકઅપ કેમ તેમજ મહિલા સભાનું એક અનોખું આયોજન સરપંચ શ્રી શોભનાબેન રોહિતભાઈ કાછડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

જેમાં મહિલા, કિશોરી તથા બાળકોનું આરોગ્ય ચેકઅપ કરવામાં આવ્યું હતું. મહિલા સભામાં સરપંચશ્રીએ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”નું મહત્વ સમજાવી મહિલાઓને પ્રેરણા મળે એવા દ્રષ્ટાંતો રજૂ કર્યા હતા.
જેમા માં સીતા, તારામતી, દ્રૌપદી, રાણી લક્ષ્મીબાઈ વગેરે જેવી વીરાંગનાઓ, અને ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કે જેઓ એક ઉત્કૃષ્ટ શિક્ષક, ઉત્કૃષ્ટ માતા તથા ઉત્કૃષ્ટ રાજકારણી તરીકેની કામગીરી બજાવી રહ્યા છે, તેઓનો સમાવેશ કરાયો હતો

નારી પણ સશક્ત અને પુરુષ સમોવડી હોવાનું જણાવી આપણે પણ આવા જ વિરલ કામો થકી કુટુંબ, ગામ, સમાજ અને રાષ્ટ્રની પ્રગતિમાં સહભાગી બનીશું તેવી પ્રતિજ્ઞા સરપંચશ્રી શોભનાબેને આ કાર્યક્રમમાં લેવડાવી હતી.

