વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સગર્ભા ધાત્રી માતા ને સુખડી વિતરણ
બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સ્લમ વિસ્તાર ના વિચરતી અને વિમુક્ત જાતિ ના સરાણિયા દેવીપૂજક સમાજના ગરીબ સગર્ભા બહેનો ને સુખડી વિતરણ કરવામાં આવેલ. સંસ્થા ના શુભેચ્છક શ્રી દિનેશભાઈ ઠાકર ની ભલામણ થી મુંબઈ ના જાણીતા દાતા શ્રી મનુભાઈ શાહ ના સહયોગથી બગસરા ના મહિલા અગ્રણી શ્રી ભાવના બેન સતાસીયા અને ભારતીબેન અમરેલીયા ની ઉપસ્થિતિ માં જરૂરીયાત મંદ પરીવાર ના બહેનો ને સુખડી વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે બહેનો ને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવેલ. સંસ્થા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ કાર્યક્રમ સરસ રીતે ચાલી રહ્યો છે, તેમ દેવચંદ સાવલિયા ની યાદી માં જણાવેલ છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


