Gujarat

જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાનો મંત્રીમંડળમાં સમાવેશ, સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી

રાજ્યના મંત્રીમંડળમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાના સમર્થકો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. તેમના મત વિસ્તારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

ભાજપા સંગઠન, નગરસેવકો અને કાર્યકરોમાં પણ આ પસંદગીને લઈને હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.કોર્પોરેટર આશિષ જોષીએ જણાવ્યું હતું કે, રિવાબા જાડેજા કુનેહપૂર્વક કામ કરીને રાજ્ય અને દેશને આગળ ધપાવશે. તેમણે ઉમેર્યું હતું કે, રિવાબા જામનગર શહેર અને જિલ્લાના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.