Gujarat

છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ જાહેર મંચ ઉપરથી ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર પ્રહારો કર્યા હતા

ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ કહ્યું કે  ચૈતર વસાવા અમારા વિસ્તારમાં આવીને લોકોને ગુમરાહ કરે છે.
 છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયપુર મુકામે યોજાયેલ કાર્યક્રમમાં 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ જાહેર મંચ ઉપરથી લોકોને કહ્યું કે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર ભાઈ વસાવા છોટાઉદેપુર જિલ્લામાં આવીને લોકોને ગુમરાહ કરે છે. ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એમ પણ કહ્યું કે ચૈતર વસાવા એમના વિસ્તારની અંદર વિકાસના કામો કરી શકતા નથી અને અમારા વિસ્તારની અંદર આવીને વિકાસના કામોની વાતો કરે છે. અને આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમના નામે લોકોને ગુમરાહ કરે છે.
ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ વધુમાં કહ્યું કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નું નેતૃત્વ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે. બંને સરકારો ભારતીય જનતા પાર્ટીની સરકારો છે. જિલ્લા અને તાલુકા પંચાયત અને સરપંચો ભારતીય જનતા પાર્ટીના છે.  કેન્દ્રની અને રાજ્યની  સરકારનો સારો વિચાર હોવાના કારણે  આદિવાસીઓ માટે  સંવેદના હોવાના કારણે લાગણી હોવાના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટો ગામડાઓ સુધી પહોંચી રહે છે.
રોડ રસ્તા હોય શિક્ષણ હોય આરોગ્ય હોય કે વીજળીની વાત હોય આ બધું જ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ્યારે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. ત્યારે ચૈતરભાઈ વસાવા પોતે એમ કહે છે કે સમાજને આધારે અમારા વિસ્તારમાં આવે વિસ્તારમાં આવીને સમાજમાં સુધારણાની વાત ના હોય પરંતુ હું પોતે આવીને આ વિસ્તારમાં રોડ રસ્તા  કરું છું. પોતે હું આ વિસ્તારમાં આવીને ગ્રાન્ટ આપીને રોડ રસ્તા કે અન્ય કામ કરાવી રહ્યો છું., એવી રીતે અમારા આદિવાસી યુવાનોને ગુમરાહ કરી રહ્યા છે, એવા નવ યુવાનોને ચૂંટાયેલો સરપંચ ત્રણ ગ્રામ નો સરપંચ હોય  પોતાની સહીનું વલન એ ત્રણ ગામ  પૂરતું હોય છે. એ સરપંચ બીજી જૂથ ગ્રામ પંચાયતમાં જઈને વિકાસ કરી શકતો નથી. અને પોતાની નાનાપંચની ગ્રાન્ટ પણ આપી શકતો નથી.
ધારાસભ્ય તરીકે પણ રાજ્ય સરકાર તરફથી  માર્ગ મકાન પંચાયત કે સ્ટેટ હોય કે પછી અન્ય ગ્રાન્ટો હોય  એટીવીટીની ગ્રાન્ટ હોય ગુજરાત પેટર્નની ગ્રાન્ટ હોય એ બધી કમિટીઓમાં ચૈતરભાઈ વસાવા  રાજપીપલા અને ડેડીયાપાડા જિલ્લામાં  બેસતા હશે. અને અમે જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય  હું મારા પોતાના જિલ્લામાં બેસું છું. એટલે વહીવટી તંત્રની જે વાત સંવિધાનની વાતો છે. જેને લોકોએ મતો આપ્યા છે.
એવા લોકોને એમની વિસ્તારની  અંદર જેમ જેમ અધિકારો આપ્યા છે. એટલે મને પણ ધારાસભ્ય તરીકે  આ વિસ્તારમાં લોકોએ મતો આપ્યા અધિકારો આપ્યા સરકારમાં કામ કરવાની તક મળી. મારા નવ યુવાનો ગુમરાહ ન થાય  વહીવટી બાબતોમાં  એના માટે અમે વાતચીત કરી છે. ચૈતર ભાઈ વસાવા જ્યારે જ્યારે આ વિસ્તારમાં આવે છે. ત્યારે અમારા નવ યુવાનોને ગુમરાહ કરીને  સામાજિક અમારી જે સમરસતા હોય  એકબીજા અમે ભાઈ ભાઈ તરીકે ખબે ખભો મિલાવીને જીવતા હોય એ ભાઈ ચારાને તોડવાનું કામ કરી રહ્યા છે.
એવી વાતોને અમે સાખી લેવાના નથી. અમે સૌ સાથે મળીને  ફરીથી પણ કહીએ છીએ કે  જે ગુમરાહ કરવાની જે વાતો કરી રહ્યા છે. એ વાતોને અમે પણ જરબાતોડ જવાબ આપવાના છે. તેમાં કોઈ શંકાનું સ્થાન નથી. દરેક બાબતમાં મારો નવયુવાન જાગૃત થઈને  વિકાસના કામોમાં એ પણ જોડાઈ  એવા અમે સૌ સાથે મળીને પ્રયત્નો કર્યા છે. એમ ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર