દરરોજ પાણી વિતરણનો વાયદો જૂમલો સાબિત થયો..
વર્ષ 2023,24 માં જે બજેટ રજૂ થયું હતું..તે રીપીટ થયાનું લોકોમાં ચર્ચા..
પાલિકામાં અનેક કામો એવા થયા છે જે નબળા પુરવાર થયા છે તેમ છતાં નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટરને ભયો ભયો…
જેતપુર નવાગઢ નગરપાલિકા 2025 ની ચુંટણી માં ચૂંટાયેલ લોક પ્રતિનિધિઓ ને હોદાઓ આપતા જનરલ બોર્ડ માં વર્ષ 2025- 26 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જે બહુમત સભ્યો દ્વારા મંજુર કરવામાં આવ્યુ હતુ, ત્યારે પાલિકાના શાસક પક્ષ ભાજપ દ્વારા મંજૂર કરવામાં આવેલ બજેટમાં એકાદ મુદ્દાને બાદ કરતાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ બજેટ નિરાશાજનક રહ્યું નું નિષ્ણાંતો માં ચર્ચાએ જોર પકડ્યું હતું.

જેતપુર નગરપાલિકાની અંદર શાસક પક્ષ દ્વારા કુલ મળીને 194 કરોડનું 35 લાખની પુરાંતવાળુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. . છેલ્લા વર્ષની અંદર નગરપાલિકા દ્વારા રોડ રસ્તા લાઈટ પાણીની અંદર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં પણ લોકોને સારી પ્રાથમિક સુવિધા નથી મળી રહી. જેથી કરીને નગરપાલિકાના શાસકો લોકોની સુખાકારીમાં વધારો કરવામાં નિષ્ફળ ગયા હોવા અંગે જેતપુરના શહેરીજનો અને બુદ્ધિજીવીઓમાં ચર્ચા વ્યાપી છે
જેતપુર નગરપાલીકાના સતાધિશોની ટર્મ પ્રથમ વર્ષની ટર્મ શરૂ થઈ છે.ત્યારે વર્ષ 2025,26 નું બજેટ સતાધીશોએ કાગળ પર ફૂલ ગુલાબી દેખાય તેવું વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું છે. કારોબારી ચેરમેન વિજય ગુજરાતીએ વર્ષ 2025- 26માટેનું બજેટ રજૂ કર્યું હતું.

જેમાં જેતપુર નગરપાલિકાનું વર્ષ 2025,26 નું 194,20,21,000ની સામે 193,85,12,000 ખર્ચે ધરાવતું બજેટ 35,09,000
રૂપિયાની પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજુરી દર્શાવવામાં આવી છે. આ મોટા ભાગની આવક ગ્રાન્ટની જ દર્શાવવામાં આવી છે.જેમાં 36 કિમી માં પથરાયેલ જેતપુર શહેર સીટી બસ ની સુવિધા પ્રથમ તબક્કે 6 બસોની વહીવટી મંજૂરીની દરખાસ્ત વર્ષ 2023,24 માં મુકેલતે બજેટમાં ક્યાંય પણ તેમણે ચર્ચા વિચારણા પણ કરવાંમાં આવી નથી તેમજ પછાત વિસ્તારોમાં ૨૦ ટકા ગ્રાન્ટો દ્વારા વિકાસ કાર્યોમાં વાપરવામાં આવતી હોય છે ત્યારે વિસ્તારોને પણ કોઈ પણ પ્રકારની ગ્રાન્ડ ફાળવવામાં આવી નથી .. ઉપરાત શહેરમાં રખડતા – રઝળતા ઢોર માટે સરકાર પાસેથી 20 હજાર ચોરસ મીટર ગૌચરની જમીનની માંગણી કરી મંજૂર કરી વાડાઓ ઉભા કરવામાં આવશે.તે પણ પ્રશ્ન અધરતાલ આ બજેટમાં રહ્યો છે

વર્ષ 2025,26 ના આ બજેટમાં સ્વભંડોળની આવક જેમાં નગરપાલિકા દ્વારા વસૂલ કરવામાં આવતા ટેક્સ ભાડા તેમજ અન્ય પરચુરણ ઉપજોનો સમાવેશ થાય છે. આવકમાંથી નગરપાલિકાની જુદી જુદી આવશ્યક સેવાઓ જેવી કે લાઈટ પાણી સફાઈ અને મહેકમ વગેરેનો ખર્ચ કરવામાં આવશે. ઉપરાંત રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા નગરપાલિકાને વિકાસ કામો અને કોઈ ચોક્કસ હેતુલક્ષી યોજના માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે તે, આ સહિત જેતપુરમાં અમૃત યોજના અંદાજિત 25 કરોડના ખર્ચે ભાદર ડેમથી નગરપાલિકાના સંપ સુધી નવી પાઇપલાઇન નાખવાની કામગીરી જોગવાઈ કરવામાં આવેલ છે, તેમજ અંદાજિત 15 કરોડ શહેર વિસ્તારના જુદા જુદા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી માટે જોગવાઈ કરવામાં આવેલ છે, તેમજ સરધારપુર લેક બ્યુટીફિકેશન તથા શહેરના જુદા જુદા વિસ્તારના બગીચાઓના વિકાસ માટે અંદાજિત પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે,

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરના જુદા જુદા વિસ્તારમાં રોડ રસ્તાના કામો માટે 25 કરોડની જોગવાઈ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી માટે અંદાજિત પાંચ કરોડની જોગવાઈ તેમાં લીગેસી વેસ્ટ નું સાયન્ટિફિક રીતે નિકાલ કરવામાં આવશે, શિક્ષણ ઉપકર અંતર્ગત નગરપાલિકા સંચાલિત શાળામાં રીનાવેશન અને ડેવલપમેન્ટ માટે અંદાજિત 3 કરોડની જોગવાઈ, રેલવે ઓવરબ્રિજના ડેવલોપમેન્ટ ની કામગીરી પૂર્ણ કરવા અંદાજિત 30 કરોડની જોગવાઈ, 15 મું નાણાપંચ શહેરના વિસ્તારમાં જુદી જુદી આવશ્યક સેવાઓ માટે અંદાજિત 19 કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે એટલે કે આ આ બજેટમાં નવા રસ્તાઓ પાકા બનાવવા , નગરપાલિકા હસ્તકની સ્કૂલ માટે જરૂરી સાધનો વિકસાવવા , લાઈબ્રેરીમાં નવા પુસ્તકો ખરીદવા , મુક્તિધામ સુધારણા , બાગ બગીચામાં રમતના સાધનો ખરીદવા, સોલિડ વેસ્ટ ડંપીંગ ઝોન માટે, શહેરી સડક અને રોડ રિસરફેસીંગ માટે અન્ય વિકાસના કામો માટેનું ભવિષ્યનું આયોજન કરવામાં આવેલ છે.
આમ જેતપુર નગરપાલિકાનું વર્ષ 2025,26નું 1,94,20,21,000ની સામે 1,93,85,12,000 ખર્ચે ધરાવતું 35,09,000 રૂપિયાની પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું પરતું આ બજેટને સતાધીશોએ બહાલી તો આપી દીધી પરંતુ શહેરના બુદ્ધિજીવીઓ લોકોમાં ચર્ચા પણ જોવા મળી છે જેમાં દરરોજ પાણી વિતરણ ના વચનોનું સુરસુરિયું આ જનરલ બોર્ડ માં જોવા મળ્યું છે ..જેતપુરના સીમાડે આવીને અટકેલી ઘરેલુ પીએનજી ગેસ ની અટકેલી પાઇપલાઇન વિશે સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષે ચર્ચા સુધા કરી નહીં તેમજ જેતપુર નો મુખ્ય પ્રશ્નો જેવા કે જુના વિસ્તારમાં આવેલ ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટો, રમત ગમત માટે મેદાન, ટાઉન હોલ તેમજ શહેરના ફુટપાથ, શહેરનો બ્યુટીફિકેશન, દેરડી ભાદર નદી પરનો પુલ, આ ઉપરાંત શહેરમાં પ્રવેશ માટેના રેલવે અંડર બ્રિજ, તેમજ જેતપુર શહેરના પ્રાણ પ્રશ્ન એવા આરોગ્ય સેવા બાબત અને પછાત વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પ્રશ્ન પણ અધ્ધતાલે, (અડચણ રૂપ) રહેશે..

જેતપુર નવાગઢ નગરપાલિકાના આ બજેટને વિપક્ષના નેતાઓએ લોકોને ઉલ્લુ બનાવનાર બજેટ રજૂ કર્યું હોવાનું જણાવ્યું હતું.બજેટમાં જે ખર્ચ અને અવાક દર્શાવી છે. તે માત્ર આંકડા ની માયાજાળ છે.
નગરપાલિકાના અપક્ષ કાઉન્સિલરે જણાવ્યું કે, જેતપુર નગરપાલિકા એ ગ્રેડની છે અને 1 લાખ ઉપરાંતની વસ્તી છે. ત્યારે ખરેખર તો આ બજેટની વિગતવાર ચર્ચા કરવી જોઈએ. કઈ રકમ ક્યાં આવશે અને ક્યાં ખર્ચ થશે તેની વિગતવાર ચર્ચા કરાય પણ દર વખતની જેમ ગણતરીની સેકન્ડમાં જ આ બજેટ બેઠક પૂર્ણ કરી દેવામાં આવી છે. જે ભ્રષ્ટાચારને સમર્થન આપે છે.
પાલીકાની નવી બોડીની પ્રથમ બેઠકમાં અપવાદરૂપ કોંગ્રેસના એક તેમજ અપક્ષના એક ચૂંટાયેલા નગરસેવકોમાંથી અન્ય 10 જેટલા અપક્ષમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ભાજપને સમર્થન જાહેર કર્યું હોય જેથી પાલિકામાં પક્ષ (વિપક્ષ)ના નેતા તરીકે કોઇ પણ ન હોઈ જેના કારણે બજેટ બેઠકમાં શાસકપક્ષની ભુલો કાઢવાની સાથે પ્રજાહિત માટેના અમુક જરૂરી કામો બાબતે વિરોઘ કે સુઘારો કરાવી શકી ન હોવાનું જોવા મળતું હતું. જેથી બજેટ સામે કોંગ્રેસના 1 અને અપક્ષના 1 નગરસેવક ખુલ્લીને વિરોઘ કરતા જોવા મળ્યા હતા.