આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા ગૌરવ અગ્રવાલ મદદનિશ પોલીસ અઘિક્ષક,બોડેલી ડીવીઝન બોડેલી છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જિલ્લામાં ગુન્હા કરી નાસતા-ફરતા પકડવાના બાકી હોય તેવા આરોપીઓને ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય.
જે આઘારે એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર તથા એ.આર.સારદીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન અને સુપર વિઝન હેઠળ નાસતા-ફરતા પકડવાના બાકી તેમજ હાલમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવ ચાલતી હોય જેથી જીલ્લા તથા રાજ્ય બહારના આરોપીઓને ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે આધારે સ્ટાફના માણસો સાથે નાસતા-ફરતા આરોપીની વોચ તપાસમાં હતા તે દરમ્યાન નાઓને બાતમી હકીકત મળેલ કે (૧) જેતપુરપાવી પોલીસ સ્ટેશન સી- પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪ ૦૦૩૨૪૦૬૯૫૮/૨૦૨૪ પોહી કલમ ૬૫.એ.ઇ, ૯૮(૨),૮૧,મુજબ તથા (૨) જેતપુરપાવી પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૩૨૪૦૬૯૫૯/૨૦૨૪ એમ.વી.એક્ટ કલમ ૧૮૪,૧૭૭,૧૩૪ તથા બી.એન.એસ.૨૦૨૩ ની કલમ ૧૨૫,૧૨૫(બી), ૨૮૧ મુજબના ગુન્હાનો નાસતા ફરતા આરોપી ખાપરીયાભાઈ નાયકાભાઈ તોમર રહે.આંબાડભેરી ખંભાલ ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુરનાને છોટાઉદેપુર ટાઉનમાથી ઝડપી પાડી ઉપરોક્ત ગુન્હાના કામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ જેતપુર પાવી પોલીસ સ્ટેશન દ્રારા જેતપુર પાવી પોસ્ટેના પ્રોહીબિશનના તથા એક્સિડન્ટના ગુન્હામાં નાસત ફરતા આરોપીને પકડવામાં સફળતા મળેલ છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર

