Gujarat

આણંદ જીલ્લાના વાસદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ઝોઝ પોલીસ

આઈ.જી.શેખ , પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તથા રાજ્ય બહારના આરોપીઓની ધરકપડ કરી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે અન્વયે  એ.સી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર ઝોઝ પો.સ્ટે. નાઓ તથા સ્ટાફના માણસો સાથે ઝોઝ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.સી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર ઝોઝ પો.સ્ટે. નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, આણંદ જીલ્લાના વાસદ પોલીસ સ્ટેશન III પાર્ટ ગુ.ર.નં.૪૦૯/૨૦૧૬ પ્રોહી કલમ- ૬૬(૧)બી, ૬૫.ઈ, ૮૧,૮૩,૧૧૬ (બી)મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી દામુભાઈ તેરસીંગભાઈ રાઠવા રહે- ઘોઘાદેવ તા.જી.છોટાઉદેપુર નાંનો ઝોઝ ગામે ખરીદી અર્થે બજારમાં આવેલ છે.જે બાતમી આધારે સદરી ઇસમને ઝોઝ ગામે ચોકડી નજીક ઘોઘાદેવ ગામ તરફ જતા રસ્તા ઉપરથી પકડી પાડવામાં આવેલ છે અને કાયદેશરની કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર