તાજેતરમાં જૂનાગઢની પ્રસિદ્ધ ડૉ. સુભાષ યુનિવર્સિટી ખાતે યોજાયેલ પદવીદાન સમારોહમાં મૂળ જામનગર ના વતની જોઇસર રાધે જગદીશભાઈએ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરીને પરિવારનું નામ રોશન કર્યું છે.

તેઓએ બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન (B.P.Ed.) ના અભ્યાસક્રમમાં 8.33 CGPA સાથે ‘ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન’ મેળવીને પદવી પ્રાપ્ત કરી છે. તેમની આ સિદ્ધિ બદલ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાધેની આ સફળતા બદલ તેમના માતા જ્યોતિબેન પિતા જગદીશભાઈ અને સમગ્ર પરિવાર પર ઠેર-ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

