Gujarat

૨૧ જૂન,૨૦૨૫ ( ૧૧ મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ) ભાદરણ કોલેજમાં યોગ દિવસની ઉજવણી…

૨૧ જૂન,૨૦૨૫ ( ૧૧ મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ )
ભાદરણ કોલેજમાં યોગ દિવસની ઉજવણી…
શ્રી પ્રગતિ મંડળ, ભાદરણ સંચાલિત આર્ટ્સ, સાયન્સ એન્ડ આર.એ.પટેલ કોમર્સ કોલેજ , ભાદરણ દ્વારા આજે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ અભ્યાસુ શિક્ષક પ્રો. રાજેશભાઈ કારિયાના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામા આવી હતી. એમણે યોગ દિવસની ઉજવણી નિમિત્તે યોગનું મહત્વ સમજાવતા પ્રસંગોચિત ઉદ્બોધન પણ કર્યુ હતુ. સંસ્થાની વિદ્યાર્થિની કુ. અક્ષા વહોરાએ યોગાસનોનું ડેમોન્સ્ટ્રેશન કર્યુ હતું અને સાથે સાથે પ્રો. રાજેશભાઈ કારિયાએ યોગાસનના ફાયદાઓનું વર્ણન કર્યુ હતું.
આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન પ્રિ. ડો. આર જી પટેલ સાહેબે કર્યુ હતું.આયોજન ડીપીઈ ડો. મિતેશ પટેલ સાહેબે કર્યું હતું. જ્યારે સંચાલન, પ્રો. એસ એ પઠાણ સાહેબે કર્યુ હતુ . કાર્યક્રમના અંતે આચાર્યશ્રી ડો. આર જી પટેલ સાહેબે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યુ હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એન સી સી અને એન એસ એસનાં વોલન્ટિયર્સ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે નોંધનીય બાબત એ છે કે કોરોના કાળના બે વર્ષ બાદ કરતા સતત નવમાં વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણી અને આયોજન ભાદરણ કોલેજમાં બહુ મોટા પાયે કરવામાં આવે છે. દર વર્ષે યોગ દિવસની ઉજવણી થાય પછીથી યોગ અભ્યાસમાં જોડાયેલા વિદ્યાર્થીઓ તેમજ પરિવારના સભ્યો માટે નાસ્તાનું આયોજન પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે પણ સો ઉપરાંત વિદ્યાર્થીઓ અને મોટાભાગના અધ્યાપકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્ર વંદના કરવામાં આવી હતી.
આ સુંદર કાર્યક્રમના આયોજન માટે મેનેજમેન્ટ અને આચાર્યશ્રી દ્વારા સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

IMG-20250621-WA0211-1.jpg IMG-20250621-WA0210-2.jpg IMG-20250621-WA0212-0.jpg