ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચનાથી પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ-અલગ ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા જરૂરી સુચનાઓ મળેલ
જે સુચના આઘારે મદદનીશ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલ , બોડેલી ડીવિઝન નાઓના અંગત તથા સચોટ માર્ગદર્શન હેઠળ કરાલી પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાના કામે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા ટીમ બનાવેલ, જે દરમ્યાન કરાલી પોલીસ સ્ટેશન | ગુ.ર નંબર ૨૭/૨૦૧૫ IPC કલમ ૪૬૫,૪૬૮,૪૭૧,૩૨૮ તથા પ્રોહિ કલમ ૬૬(૧) બી, ૬૫ એ,ઇ ૬૭સી, ૮૧,૧૧૬ બી મુજબના ગુનાના કામનો છેલ્લા દસ વર્ષથી નાસતો-ફરતો આરોપી નામે ઇશ્વરસિંહ ઉર્ફે બાપુ 5/0 હરીસિંહ રાજપુત (તવર) રહે. મકાન નંબર 350 સી-બ્લોક સેકટર ૯ હિરણ મગરી ઉદયપુર તાગીરવા જી.ઉદયપુર (રાજસ્થાન) નાઓ હાલ હીરણ મગરી વિસ્તાર, જી.ઉદયપુર (રાજસ્થાન) નો હોવાની પાક્કી બાતમી કરાલી થાણા ઇન્ચાર્જ ડી.કે.પંડયા નાઓને મળતા સુંદર બાતમી હકીકત વર્ણન મુજબના આરોપીને લોકલ પોલીસની મદદથી બે દીવસના સઘન પ્રયત્નો થકી આરોપી સવિના વિસ્તારના બજારમાં ચા-પીવા આવેલ જ્યાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ હોય આરોપીને હસ્તગત કરી કરેલી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર