Gujarat

કોડીનાર તાલુકા ના પાંચ પીપળવા ગામ ના યુવાન નું માર્ગ અકસ્માત માં થયેલા મોત ના વીમા કેસ માં આડત્રીસ લાખ ચૂકવવા કોડીનાર કોર્ટ નો ચુકાદો

પાંચ પીપળવા ગામ ના યુવાન નું ગત તા.૧૯/૩/૨૦૨૩ ના રોજ અકસ્માત માં મોત થયું હતું.તેમના અક્સમાત વીમા નું આડત્રીસ લાખ રૂપિયા ચૂકવવા કોડીનાર કોર્ટે આદેશ કર્યો છે.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પાંચ પીપળવા ગામના રહેવાસી સ્વ.જયરાજસિંહ દિલીપભાઈ ડોડીયાના અકસ્માત મૃત્યુના કેસમા મહે. કોડીનારના મોટર એક્સી. ક્લેઇમ ટ્રિબ્યુનલ દવારા રૂ. 32,11,000/- તેમજ વળતરની રકમ ઉપર 9 % લેખેનું વ્યાજ રૂપિયા 5,78,000/- મળી કુલ રૂપિયા 37,89000/- અંકે રૂપિયા સાડત્રીસ લાખ નેવ્યાસી હજાર પુરા તથા ખર્ચ સાથે ચૂકવવા આદેશ.

આ કેસની ટૂંકમાં વિગત જોઈએ તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પાંચ પીપળવા ગામના આશાસ્પદ અને નવયુવાન સ્વ. જયરાજસિંહ દિલીપભાઈ ડોડીયા તા.19/03/2023 ના રોજ કોડીનાર ઉના હાઈવે રોડ પર ઝાઈકા હોટલ સામે મોટરકાર હડફેટે અકસ્માતે મોત નીપજેલ. જેમા કોડીનાર પોલીસે અકસ્માત કરનાર મોટરકારના ડ્રાઈવરની સામે પોલીસ ફરિયાદ કરી ધોરણસર કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં ચાર્જસીટ કરેલ ત્યારબાદ આ બાબતે ગુજ. ના વારસદારો દવારા કોડીનાર ના એડવોકેટ પ્રતાપસિંહ વી. ચાવડા દવારા મે. કોડીનારના નામદાર મોટર એક્સી. ક્લેઇમ ટ્રિબ્યુનલ સમક્ષ ક્લેઇમ કેસ નં. 3/2023 થી અકસ્માત કરનાર મોટરકારના માલીક, ડ્રાઈવર, વીમા કંપની સામે ક્લેઇમ અરજી દાખલ કરેલ કેસના કામે તા.18/03/2025 ના રોજ મહે. કોડીનારના નામદાર મોટર એક્સી ક્લેઇમ ટ્રિબ્યુનલ જજશ્રી એસ. આઈ. ભોરાણીયા સાહેબે આ કામે અરજદારોએ રજૂ કરેલ પુરાવા તથા એડવોકેટ પ્રતાપસિંહ વી. ચાવડાની દલીલો ધ્યાને લઈ ગૂજ. ની માસિક આવક રૂપિયા 16000/- અને પ્રોસ્પેકટીવ આવક 40% લેખે કુલ માસિક આવક રૂપિયા 21600/- ગણી ક્લેમ કેસ ચલાવી વળતરની રકમ પેટે ગુજ. જયરાજસિંહ દિલીપભાઈ ડોડીયા વારસદારોને 32,11,000/- તેમજ તેના ઉપર અરજીની તારીખથી 9% લેખેનું વ્યાજ રૂપિયા 5,78,000/- મળી કુલ રૂપિયા 37,89000/- તથા ખર્ચ સહિતની તમામ રકમ ચૂકવવા સામાવાળાઓની સામે હુકમ કરેલ છે.

પરેશ લશ્કરી