રાજકોટ ગુજસીટોક ગુન્હામાં વોરંટના કામેના નાસતા-ફરતા કુખ્યાત આરોપીને પકડી પાડતી LCB ટીમ.
રાજકોટ શહેર તા.૧૫/૫/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ગંભીર ગુન્હાઓમાં પકડવાના બાકી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ. જે.વી.ગોહિલ તથા LCB ઝોન-૨ કર્મચારીઓ નાઓ રાજકોટ શહેર પ્ર.નગર પોલીસ સ્ટેશન ગુજસીટોક એક્ટ ૨૦૧૫ ની કલમ-૩(૧)(૧), ૩(૧)(૨), ૩(૨) તથા કલમ-૩(૪), ૪ તથા ઇ.પી.કો કલમ-૪૪૭, ૩૮૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૨૦(બી) મુજબના કામે ગુજસીટોક કેશનં.૫/૨૦૨૧ ના કામે આરોપી સરતાજ ઉર્ફે રાજન હમીદભાઇ ખીયાણી નું CRPF કલમ-૭૦ મુજબનું પકડ વોરંટ ઇસ્યુ થયેલ હોય જે વોરંટમાં નાસતો ફરતો આરોપી સરતાજ ઉર્ફે રાજન હમીદભાઇ ખીયાણી નાઓને પકડવવા સારૂ ઘણા સમયથી પ્રયત્નશીલ હોય, આ દરમ્યાન આરોપી સરતાજ ઉર્ફે રાજન હમીદભાઇ ખીયાણી રૂખડીયાપરા માં હોવાની ચૌકકસ હકિકત મળેલ હોય જે હકિકત આધારે રૂખડીયાપરા ખાતેથી પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી પ્ર.નગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. સરતાજ ઉર્ફે રાજન હમીદભાઇ ખીયાણી ઉ.૪૨ રહે.ભીસ્તીવાડ મોરબી હાઉસ ચોક હલીમા મંઝીલ રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.