જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે મહારાણા પ્રતાપની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. લાલ બંગલા વિસ્તારમાં સ્થિત મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા. નગરના મેયર વિનોદ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા પણ જોડાયા. શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, શાસક પક્ષના નેતા આશિષ જોષી તેમજ મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને રાજપૂત અગ્રણીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો વિક્રમ સંવત 2081 જેઠ સુદ 3, તા.29-05-2025 ગુરુવારના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રવીર, હિંદવા સુરજ અને હિન્દુ ધર્મ રક્ષક તરીકે જાણીતા મહારાણા પ્રતાપના અદમ્ય સાહસને બિરદાવવામાં આવ્યું હતું.
ક્ષત્રિય કુળ શિરોમણી અને અણનમ વીર યોધ્ધા તરીકે તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું.

