Gujarat

લિયોનેલ મેસ્સીએ જામનગરની મુલાકાત લીધી

વનતારામાં અનંત અંબાણીના મહેમાન બની લુઈસ સુઆરેઝ સાથે રાત્રી રોકાણ કર્યું

આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી તેમના મિત્ર અને સ્ટ્રાઈકર લુઈસ સુઆરેઝ સાથે ગઇકાલે સાંજે જામનગર પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટથી લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે તેઓ રિલાયન્સના વનતારા પ્રોજેક્ટની મુલાકાત લેવા પહોંચ્યા હતા.

મેસ્સીએ વનતારા ખાતે રાત્રી રોકાણ કર્યું લિયોનેલ મેસ્સીએ તેમના મિત્ર સુઆરેઝ સાથે ઉદ્યોગપતિ અનંત અંબાણીના વિશેષ મહેમાન બની વનતારા ખાતે રાત્રી રોકાણ પણ કર્યું હતું. જે બાદ આજે વહેલી સવારે તેઓ પરત જવા રવાના થયા હતા.