રાજકોટ ઇંગ્લીશ દારૂના અસંખ્ય ગુન્હાઓમાં પકડાયેલ લીસ્ટેડ પ્રોહી. બુટલેગર ને પાસા અધિનીયમ મુજબ અટકાયત કરતી P.C.B
રાજકોટ શહેર તા.૧૫/૫/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહીબીશનની આવી પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે અગાઉ ઇંગ્લીશ દારૂના અસંખ્ય ગુન્હાઓમાં પકડાયેલ લીસ્ટેડ પ્રોહી. બુટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફભાઇ થઇમ ની ગુન્હાહીત પ્રવૃતિ અટકાવવા માટે તેના ઉપર અસરકારક અટકાયતી પગલા લેવા જરૂરી હોય જેથી PCB P.I એમ.આર.ગોંડલીયા એ પ્રોહી. બુટલેગરની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જે અન્વયે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રોહી. બુટલેગર ની ગુન્હાહીત પ્રવૃતિ તથા ગુન્હા ધ્યાને લઇ પાસા અધિનીયમ હેઠળ અટકાયત કરવા હુકમ કરતા પ્રોહી. બુટલેગરને પાસા હેઠળ અટકાયતમાં લઇ પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફભાઇ થઇમ ઉ.૪૬ રહે.નવા થોરાળા વિજયનગર શેરીનં.૨ રાજકોટ. પ્રોહી. કલમ-૧૧૬બી-૯૮(૨)-૮૧ વિ.૬૫ઇ-૨ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.