Gujarat

લાઇવ ઇકોનોમી; ભારતમાં મ્યુઝિક કોન્સર્ટ પાછળ વર્ષે 6થી 8 હજાર કરોડ ખર્ચ, રિસર્ચ

ભારતમાં મ્યુઝિક કોન્સર્ટ પાછળ એક વર્ષમાં 6થી 8 હજાર કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. ડિસેમ્બર 2024માં પ્રકાશિત બૅન્ક ઑફ બરોડાના રિસર્ચ રિપોર્ટ ‘અ કોન્સર્ટ-પુશ ફોર ઇકોનોમી’માં જણાવાયું છે કે તાજેતરમાં ભારતમાં ઘણા આંતરરાષ્ટ્રીય પોપ, રોક સિંગરના મ્યુઝિક કોન્સર્ટ યોજાઇ રહ્યા છે.

છેલ્લા 2-3 મહિનામાં કોન્સર્ટની જાહેરાત થયા બાદ 1600-2000 કરોડ ખર્ચ થયાનો અનુમાન કરાયું છે. જે વાર્ષિક ધોરણે 6-8 હજાર કરોડ થાય છે. 2025માં પાંચ ઇન્ટરનેશનલ સિંગર/બેન્ડ પહેલી વખત ભારતમાં કોન્સર્ટ યોજવા જઇ રહ્યા છે. જેમાં કેનેડિયન સિંગર શૉન મેન્ડેસ અને યુકેના લુઇસ ટોમલિન્સન સામેલ છે.

કોલ્ડપ્લે બેન્ડની કુલ નેટ વર્થ 4400 કરોડ ગ્રેમી એવોર્ડ જીતી ચૂકેલા કોલ્ડપ્લે બેન્ડની નેટવર્થ 4400 કરોડ રૂપિયા છે. બેન્ડ ગ્રુપમાં સૌથી વધુ નેટ વર્થ 1382 કરોડ રૂપિયા 47 વર્ષના મુખ્ય સિંગર-સોન્ગ રાઇટર ક્રિસ માર્ટિનની છે.

ગ્રુપમાં મુખ્ય ચાર સભ્યો છે. બેન્ડ ડ્રમ અને કીબોર્ડ વગાડતાં વિલ ચેમ્પિયન, બાસ ગિટારિસ્ટ ગાય બેરિમેનની નેટવર્થ 850 કરોડ રૂપિયા છે.

હોટલ ઇન્ડસ્ટ્રીઝની કમાણીમાં 20%નો ઉમેરો અમદાવાદમાં મહિનામાં સરેરાશ બે-ત્રણ મોટી ઇવેન્ટ યોજાઇ રહી છે જેના કારણે શહેરની હોટલ ઇન્ડસ્ટ્રીઝની કમાણીમાં 20 ટકા સુધીની વૃદ્ધિ થઇ છે.

આ તમામના કારણે દેશ-વિદેશમાંથી અનેક લોકો આવી રહ્યા છે જેનો ફાયદો મળવા લાગ્યો છે. હોટલનો ઓક્યુપન્સી રેશિયો છેલ્લાં બે વર્ષમાં બમણો થયો છે. – નરેન્દ્ર સોમાણી, પ્રમુખ-ગુજરાત હોટલ એસોસિયેશન