આંબોલી ગૌરક્ષકને મળેલી બાતમીના આધારે અમદાવાદથી મુંબઈ જતા ને.હા નંબર 48 પરના ખોલવડ નજીકથી ભેંસો ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. કાઠોદરા કામધેનુ ગૌશાળા ખાતે રહેતા ગૌરક્ષક નિલેશ જયંતીભાઈ ગોહિલને મળેલી બાતમી આધારે ટ્રક નંબર GJ01DV-5327ને ખોલવડના અમદાવાદી ચિકન પાસે અટકાવી હતી.
તાડપત્રી બાંધેલી ટ્રકમાં તપાસ કરતા ખીચોખીચ હાલતમાં બાંધેલી 16 ભેંસો મળી આવી હતી. ઘટનાને પગલે જાણ થતા કામરેજ પોલીસ સ્થળ પર આવી ગઇ હતી. ટ્રક ચાલક ઇશાક ગુલામ મુનશી અને ક્લીનર મોહમદુ મુસા વાકાનીની પૂછતાછ દરમ્યાન ભરૂચના અફઝલ ટોપીવાલાસ નામના ઈસમે વલણ ગામેથી ભેંસો ભરી નવાપરા લઈ જવા મોકલી હતી.
કામરેજ પોલીસે 6.40 લાખની 16 ભેંસો, 15 લાખની ટ્રક મોબાઇલ મળી કુલ 21.41 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ભરૂચના નાગોરીવાડ ખાતે રહેતા ટ્રક ચાલક ઈશાક ગુલામ મુનશી, દીવી ખાતે રહેતા ક્લીનર મોહમોદુ મુસા વાકાને ઝડપી પાડી અફઝલ ટોપીવાલાને વોન્ટેડ જાહેર કર્યો હતો.

